ધારણ કરો આ ખાસ રત્નો, લોહચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા…
જયોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં જે રીતે આર્થિક તંગી દૂર કરવાના વિવિધ ઉપાયો અને ટોટકા જણાવવામાં આવ્યા છે એ જ રીતે રત્નશાસ્ત્રમાં વીંટીમાં કે અન્ય કોઈ પણ રીતે રત્ન ધારણ કરવાનું મહત્વ ખૂબ જ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.
રત્ન શાસ્ત્રમાં સમૃદ્ધિ હાંસિલ કરવા માટે કેટલાક રત્નો ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે. આજે અમે અહીં તમને કેટલાક એવા રત્નો વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેને કારણે તમારી આર્થિક સ્થિતિ તો મજબૂત બનશે જ પણ એની સાથે સાથે જ પૈસા પણ લોહચુંબકની જેમ તમારી પાસે ખેંચાઈને આવશે…
પુખરાજ રત્ન:
પુખરાજના રત્નને રત્ન શાસ્ત્રમાં ખૂબ જ ચમત્કારિક ગણવામાં આવ્યો છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિના જીવનની મોટાભાગની સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. પુખરાજનું રત્ન ધારણ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ રત્નને ચાંદીની વીંટીમાં ધારણ કરવાથી લાભ થાય છે.
પન્ના:
સામાન્યપણે પન્ના રત્નને મન પર કાબૂ મેળવવા કે માનિસક શાંતિ જળવાઈ રહે એ માટે ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ રત્નને ધારણ કરવાથી ઘરમાં રહેલી આર્થિક તંગી, ધનધાન્યની અછત પણ દૂર થાય છે. ચાંદીની વીંટીમાં જડાવીને પન્ના રત્નને ધારણ કરવાથી વેપારમાં ખૂબ જ લાભ થાય છે અને વેપારમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. માનસિક શાંતિની સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
(Disclaimer: અહીં જણાવવામાં આવેલી માહિતી ધાર્મિક અને સામાન્ય મહિતી પર આધારિત છે, જેનો અમલ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે.)