નેશનલ

કાશ્મીરને રાજ્યનો દરજ્જો જલદી અપાવીશું: મોદી

વિધાનસભાની ચૂંટણી યોજવાની બાંયધરી

સુરેશ એસ. ડુગ્ગર
ઉધમપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં ચૂંટણીપ્રચાર માટેની જાહેરસભાને સંબોધતા જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો જલદી અપાવવાની સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજવાની બાંયધરી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ દૂર કરાશે, તો હિંસા ભડકવાની ચીમકી આપનારા વિપક્ષના નેતાઓને સુરક્ષા દળના જવાનોએ ‘અરીસો બતાવી દીધો’ છે. વિપક્ષના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે અને હવે દાવો કરે છે કે બંધારણની કલમ ૩૭૦ હટાવવાથી દેશને કોઇ લાભ નથી થયો.

ઉધમપુરની જાહેરસભામાં જમ્મુ અને કાશ્મીરના ભાજપ એકમના અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ મોદીને ‘ડોગરી પાઘડી’ પહેરાવીને તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભાજપના નેતાઓ ડૉ. જિતેન્દ્ર સિંહ, જુગલ કિશોર શર્મા, રાજ્યસભાના સાંસદ ગુલમ અલી ખટાના સહિત અન્ય હાજર રહ્યા હતા. મોદીએ જણાવ્યું હતું કે ચૂંટણી દ્વારા માત્ર સાંસદ જ પસંદ નથી કરાતો, પરંતુ દેશને મજબૂત કરવાનું કામ પણ થાય છે. અહીં હવે ત્રાસવાદ, ભાગલાવાદ, સરહદ પરનો
ગોળીબાર, હડતાળ, બંધ, પથ્થરમારો જેવા મુદ્દા ચૂંટણીમાં આગળ નથી કરાતા.

વડા પ્રધાને જણાવ્યું હતું કે અગાઉ અમરનાથયાત્રા અને માતા વૈષ્ણોદેવીની યાત્રાના સંબંધમાં સલામતીને લગતી ઘણી ચિંતા રહેતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે.

તેમણે જણાવ્યું હતું કે અગાઉ રાવી નદીમાંનું ભારતના હકનું પાણી પાકિસ્તાન વહી જતું હતું અને અહીંના ખેતરોને પાણી નહોતું મળતું, પરંતુ હવે પરિસ્થિતિમાં પરિવર્તન આવી રહ્યું છે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker