નેશનલ

“CBI પર અમારું કોઈ નિયંત્રણ નહિ” સુપ્રીમમાં બંગાળ સરકારની અરજી પર કેન્દ્રનો જવાબ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે ગુરુવારે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ જવાબ આપ્યો હતો. બંગાળ સરકાર દ્વારા કરાયેલી અરજીના જવાબમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, CBI એક સ્વતંત્ર કાનૂની સંસ્થા છે અને તેના પર અમારું કોઈ નિયંત્રણ નથી.” જેના પ્રતિભાવમાં, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને બંગાળ સરકારની અરજીને ફગાવી દેવા વિનંતી કરી હતી જેમાં CBI પર FIR નોંધવા અને રાજ્યની સંમતિ વિના તપાસ શરૂ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, “રાજ્યમાં 12 કેસોની સુનાવણીમાંથી CBIને હટાવવામાં આવે. રાજ્યએ કહ્યું છે કે, રાજ્ય સરકારના અધિકારક્ષેત્રમાં આવતા કોઈપણ કેસની તપાસ માટે રાજ્યની સંમતિ ફરજિયાત છે. આમ છતાં CBIએ રાજ્ય સરકારની મંજૂરી વિના FIR નોંધીને તપાસ કરી રહી છે.” તેના પર કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે, “CBI એક સ્વતંત્ર કાયદાકીય સંસ્થા છે અને તેના પર તેનું કોઈ નિયંત્રણ નથી.”

આ પણ વાંચો: Mamtaનો Menifesto: UCC અને CAA બંગાળમાં લાગુ નહીં કરવાનું વચન

આ મામલામાં કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ બીઆર ગવઈ અને અરવિંદ કુમારની ખંડપીઠને કહ્યું હતું કે બંગાળ સરકારની અરજી સુનાવણી યોગ્ય નથી કારણ કે કલમ ૧૩૧ હેઠળ સીબીઆઈ વિરુદ્ધ કેસ દાખલ કરી શકાય નહીં. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ કેસમાં ઉલ્લેખિત ૧૨ કેસ સીબીઆઈ દ્વારા કલકત્તા હાઈકોર્ટના નિર્દેશ પર નોંધવામાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે “આ તથ્યો કેસમાંથી સંપૂર્ણપણે ગાયબ છે. આ કોર્ટને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કારણ કે હકીકતો દબાવવામાં આવી છે. તેમણે કહ્યું કે કલકત્તા હાઈકોર્ટના આદેશ પર એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.

જસ્ટિસ ગવઈએ કહ્યું કે, “બેન્ચ પરના જજોની રચના શુક્રવારથી બદલાઈ જશે અને તેથી તેઓ રજિસ્ટ્રીને આ કેસની સુનાવણી માટે બેન્ચની રચના કરવા માટે ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા ડી.વાય.ચંદ્રચુડની પરવાનગી લેવા માટે નિર્દેશ આપી રહ્યા છે.” ઉલ્લેખનીય છે કે, 16 નવેમ્બર, 2018ના રોજ પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈને રાજ્યમાં તપાસ અને દરોડા પાડવા માટે આપવામાં આવેલી ‘સામાન્ય સંમતિ’ પાછી ખેંચી લીધી હતી. CBI રાજ્યમાં ચિટ ફંડ, કોલસાની ચોરી, રાશન વિતરણ ભ્રષ્ટાચાર અને નિમણૂક ભ્રષ્ટાચાર સંબંધિત ઘણા કેસોની તપાસ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button