‘સરકારની નોકર છું, તમારી નહિ..’ મેજીસ્ટ્રેટે પીવાના પાણીની ફરમાઇશ કરતા મળ્યો આવો જવાબ!
સોશિયલ મીડિયા પર બિહાર પોલીસના એક મહિલા કોન્સ્ટેબલનો વીડિયો ખૂબ જ વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ પાણીના મુદ્દે ડ્યૂટી પર તૈનાત મેજીસ્ટ્રેટ સાથે ઝઘડી પડ્યા હતા. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ સરકારના નોકર છે, મેજીસ્ટ્રેટના નહિ, તેમનું પર્સનલ કામ નહિ કરે. એ પછી મેજીસ્ટ્રેટે અધિકારીને ફરિયાદ કરવાની ધમકી પણ આપી હતી.
એક સ્થાનિક સરકારી કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ જિલ્લા મેજીસ્ટ્રેટ ચા-નાસ્તો કરી રહ્યા હતા, તે સમયે તેમણે મહિલા કોન્સ્ટેબલ પાસે પીવાનું પાણી માંગ્યું. જેને પગલે મહિલા કોન્સ્ટેબલ ભડકી ગયા હતા અને તેમને ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધું હતું કે તેઓ સરકારના નોકર છે, સરકારનું કામ કરશે, પરંતુ અધિકારીની અંગત સેવા નહિ કરે. આ ઉપરાંત મહિલા કોન્સ્ટેબલે એવી પણ ફરિયાદ કરી હતી કે મેજીસ્ટ્રેટે ચા-નાસ્તો કરી લીધો હતો, જ્યારે સવારથી કાર્યક્રમને પગલે સેવામાં તૈનાત પોલીસકર્મીઓ ભૂખ્યા-તરસ્યા ડ્યૂટી કરી રહ્યા હતા.
મહિલાએ વીડિયોમાં પણ કહ્યું હતું કે સાહેબે પોતે ચા-નાસ્તો કરી લીધો પરંતુ અમને ભૂલી ગયા. મહિલા કોન્સ્ટેબલે આ રીતે જવાબ આપી દેતા અન્ય પોલીસકર્મીઓએ પણ તેનું સમર્થન કર્યું હતું.
વાયરલ વીડિયો મુદ્દે મેજીસ્ટ્રેટે પણ પ્રતિક્રિયા આપી છે, તેમણે જણાવ્યું હતું કે જ્યારે મેં પાણી માગ્યુ તો તેણે મને ચોખ્ખી ના પાડી દીધી, હું પોતે પણ ચાર દિવસથી અહીં ડ્યૂટી કરી રહ્યો છું. અહીં પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે હું મારા ઘરેથી પાણીની બોટલો ભરીને લાવતો હતો. એમાંથી આ લોકોને પણ પીવડાવતો હતો. મેજીસ્ટ્રેટે મહિલા કોન્સ્ટેબલની આગળ ફરિયાદ કરવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું.
In which town?