અમે માત્ર ક્રિકેટમાં જ સારા નથી…આર્નોલ્ડ ડિક્સની આ વાત પર ભારતે ધ્યાન આપવા જેવું
ઉત્તરકાશી ખાતેની સિલ્ક્યારા ટનલમાંથી 17 દિવસ બાદ 41 મજૂરનો બચાવ થતાં દેશભરમાં ખુશીની લહેર છે અને આ માટે એક નામ ઊભરી આવ્યું છે જેમનું નામ છે આર્નોલ્ડ ડિક્સ. ઓસ્ટ્રેલિયાના ટનલ એસ્પર્ટની ખાસ મદદથી આ 41 જિંદગીઓ બચાવાઈ છે અને તેમનો સૌ કોઈ આભાર માની રહ્યા છે. તેમની આ કામગીરી બદલ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ એન્થોની આલ્બેનિસએ ડિક્સને અભિનંદન પાઠવ્યા છે ત્યારે ડિક્સે તેમને આપેલો જવાબ ભારતીયોએ કાને ધરવા જેવો છે. ડિક્સે પોતાના પ્રમુખનો આભાર માન્યો અને પછી કહ્યું કે ઓસ્ટ્રેલિયા માત્ર ક્રિકેટમાં જ નહીં બીજા કામમાં પણ સારું પ્રદર્શન કરી શકીએ છીએ, તે દુનિયાને કહેવાનો મને વિશેષાધિકાર છે. જોકે તેમણે ભારતના એન્જિનિયરના વખાણ કર્યા છે અને અહીંના મંદિરમાં પૂજા પણ કરી. ઓસ્ટ્રેલિયાના પ્રમુખે ભારતીય અધિકારીઓ અને બચાવકામ સાથે જોડાયેલા તમામને અભિનંદન આપ્યા.
ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીને પણ બચાવ કામગીરીની પ્રશંસા કરી અને તેને એક મોટી ઉપલબ્ધિ ગણાવી. તેમણે પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો, જેમણે તકનીકી સહાય પૂરી પાડી જેનાથી ફસાયેલા તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવાનું શક્ય બન્યું.
હવે વાત કરીએ ભારતની તો જેમ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ સારું પ્રદર્શન કર્યું અને તે જીત્યા ત્યારે આપણે તેમની પાસેથી શું શિખવાની જરૂર છે તે અંગે વાતો થઈ હતી ત્યારે આપણે આ ઘટના પરથી પણ બોધપાઠ લેવાની જરૂર છે.
વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ આ પ્રકારના વૈજ્ઞાનિક ઔજારો નથી ધરાવતી અને આપણી પાસે આવા ટેકનિકલ એક્સપર્ટ્સ પણ નથી. લગભગ 26 કરોડ આસપાસ વસ્તી ધરાવતો દેશ ટેકનોલોજી, શિક્ષણ અને વિજ્ઞાન મામલે આટલો આગળ છીએ તો આપણે કેમ નહીં તે ચોક્કસ આપણે વિચારવાની જરૂર છે. જ્યારે ટનલ જેવા પ્રોજેક્ટ્સ હાથ ધરીએ ત્યારે તેને લીધે ઉદભવતી શક્ય સમસ્યાઓના ઉકેલ માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ.