
વાયનાડ: કેરળના વાયનાડમાં મંગળવારે બનેલી લેન્ડ સ્લાઈડની ઘટના (Wayanad landslides) બાદ આજે શનિવારે પાંચમા દિવસે સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. બચાવ ટીમો, અદ્યતન ટેકનીકલ ઇકવીપમેન્ટ અને સ્વાનનો ઉપયોગ કરીને દટાયેલા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
વાયનાડ ભૂસ્ખલનમાંથી મળી આવેલા મૃતદેહોની સંખ્યા વધીને 210 થઈ ગઈ છે, જ્યારે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 187 લોકોને રજા આપવામાં આવી છે. જો કે, લગભગ 300 લોકો હજુ પણ લાપતા છે અને તેમના જીવિત હોવાની આશા ઓછી છે.
જો કે, જીવલેણ ભૂસ્ખલનના ચોથા દિવસે પડવેટ્ટી કુન્નુ નજીકના એક ઘરમાંથી ચાર જણના એક પરિવારને જીવિત બચાવી લેવામાં આવ્યો હતો, જેને કારણે બચી ગયેલા લોકોની શોધમાં લાગેલા બચાવકર્તાઓને આશા વધી છે.
ઓપરેશન સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે ગંભીર રીતે અસરગ્રસ્ત મુંડક્કાઈ ગામમાં એક ઘરના વિસ્તારની શોધ કરતી વખતે રડાર પર શ્વાસનો સંકેત આપતો “બ્લુ સિગ્નલ” મળ્યો હતો. જો કે, શોધ શુક્રવારે સાંજે સમાપ્ત થઈ કારણ કે બચાવ કર્મચારીઓએ જાણવા કાટમાળ નીચે કોઈ જીવિત હોવાની શક્યતા નથી.
લગભગ 40 રેસ્ક્યુ ટીમો, કેડેવર ડોગ્સ સાથે, ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોના છ ઝોનમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
ભારતીય હવામાન વિભાગે શનિવારે વાયનાડમાં વરસાદ અથવા ગાજવીજ સાથે વાદળછાયું આકાશ રહેવાની આગાહી કરી છે.
કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ ઘાટને ‘ઈકોલોજીકલ સેન્સિટિવ એરિયા’ ટેગ આપવામાં વિલંબ કરવાનો કેન્દ્ર પર આરોપ લગાવ્યો, અને દાવો કર્યો કે વાયનાડમાં દુર્ઘટના માટે સરકાર સીધી જવાબદાર છે.
Also Read –