Wayanad Landslide: એ આઈ અને ઈન્ટરનેટના યુગમાં પણ કામ આવ્યો રેડિયો

વાયનાડઃ કેરળનો આ પ્રદેશ હાલમાં ભયાનક ભૂકંપનો ભોગ બન્યો છે અને પ્રકૃતિના પ્રકોપને લીધે ભૂકંપ અને ભારે વરસાદ વચ્ચે બચાવકાર્ય પણ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે. વિશ્વમાં ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ આવી છે, પરંતુ વિકટ પરિસ્થિતિઓમાં હજુપણ રેડિયો કામ આવે છે. ગુજરાતમાં આવેલા બિપરજૉય વાવાઝોડા સમયે પણ જે હેમ રેડિયોએ લોકોને સાબદા રાખ્યા હતા અને માહિતી આપી હતી, જે હેમ રેડિયો હાલમાં વાયનાડમાં પણ કામ આવી રહ્યા છે અને બચાવકાર્યમા મદદરૂપ થઈ રહ્યા છે.
વાયનાડમાં ભૂસ્ખલન પછી ચાલી રહેલા રાહત કાર્યમાં લોકો સુધી વાત પહોંચાડવાનો પડકાર હેમ રેડિયો ચલાવતા એક ગ્રુપે ઝીલ્યો છે. ઘણી મુશ્કેલીઓ વચ્ચે તેમણે નેટવર્ક તૈયાર કર્યું અને લોકો સુધી સરકાર તેમ જ સેના દ્વારા આપવામાં આવતી માહિતી પહોંચાડી.
અહીંના અસરગ્રસ્ત વિસ્તારોમાં એક મર્યાદા સુધી મોબાઈલ નેટવર્ક કાર્યરત છે. કાલપેટ્ટામાં જિલ્લા કલેક્ટરની કચેરીના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્વયંસેવક ઓપરેટરો દ્વારા હેમ રેડિયો સિસ્ટમ અસરગ્રસ્ત સમુદાયો અને સત્તાવાળાઓને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડે છે, બચાવ પ્રયાસો અને રાહત કામગીરીમાં મદદ કરે છે. શનિવારે એક સત્તાવાર રીલીઝમાં જણાવ્યું હતું કે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, જેમાં મોબાઇલ ફોન સેવાઓ ખૂબ જ મર્યાદિત હદ સુધી ઉપલબ્ધ હોવાથી રેડિયોના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા છીએ.
આ પણ વાંચો : Wayanad landslides: વાયનાડમાં 300 લોકો હજુ પણ લાપતા, આશા-નિરાશા વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન
જિલ્લા કલેકટરે હેમ રેડિયો ઓપરેટરોનો સંપર્ક કર્યો હતો
સત્તાવાર જાહેરાતમાં જણાવાયું છે કે જિલ્લા કલેક્ટર ડી.આર. મેઘાશ્રીએ હેમ રેડિયો ઓપરેટરોનો સંપર્ક કર્યો અને સંદેશાવ્યવહારની લાઈનો ખુલ્લી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. રીસીવરો, એમ્પ્લીફાયર, કોમ્પ્યુટર અને લોગીંગ અને ડીજીટલ મોડ્યુલેશન માટેના અન્ય સાધનોનો ઉપયોગ સ્ટેશનના સંચાલન માટે થાય છે.
હેમ રેડિયો ઓપરેટર્સ હેમ રેડિયો ટ્રાન્સમીટર દ્વારા આપત્તિ વિસ્તારથી સ્ટેશન સુધી માહિતી પ્રસારિત કરે છે. અંબાલવાયલ પોનમુડી કોટ્ટામાં સ્થાપિત રીપીટર હેમ રેડિયો સંચારની સુવિધા આપે છે. હેમ રેડિયો ઓપરેટરોની સંસ્થા સુલતાન બાથેરી ડીએક્સ એસોસિએશન દ્વારા રીપીટર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. સુલતાન બેથેરી ડીએક્સ એસોસિએશનના પ્રમુખ સાબુ મેથ્યુ અને સુલતાન બેથેરી સરકારી હોસ્પિટલના વરિષ્ઠ હેમ રેડિયો ઓપરેટર અને પેથોલોજિસ્ટ ડૉ અબ્રાહમ જેકબની આગેવાની હેઠળ હેમ રેડિયો ઓપરેટરો, આપત્તિ વિસ્તારની માહિતી સમયસર સત્તાવાળાઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.
જિલ્લા અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ અંબાલવાયલ પોનમુડી કોટ્ટામાં એક રીપીટર સ્થાપિત કર્યું છે, જેણે અમને અસરગ્રસ્ત વિસ્તારોમાં અમારું કવરેજ વિસ્તારવામાં સક્ષમ બનાવ્યું છે. અહેવાલો અનુસાર, ઓપરેટરો દરેક બચાવ ટીમની સાથે છે અને જમીનની સ્થિતિ પર રીઅલ-ટાઇમ અપડેટ્સ પ્રદાન કરે છે. હેમ રેડિયો ઓપરેટરોએ પણ બચાવ પ્રયાસોના સંકલનમાં મહત્વની ભૂમિકા ભજવી છે, પ્રથમ બચાવ ટીમ મુંડક્કાઈ પહોંચી સ્થાનિક લોકોને સલામત સ્થળે ખસેડવામાં તેમની મદદ માંગી છે.