Wayanad by election result: વાયનાડમાં પ્રિયંકા ગાંધીનું જીત લગભગ નક્કી, આટલા મતોની લીડ

વયનાડ: કેરળની વાયનાડ લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ આવી રહ્યું છે, આ ચૂંટણીમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા જંગી બહુમતીથી આગળ રહ્યા છે.
કોંગ્રેસના મહાસચિવ બે લાખ મતોથી આગળ છે. અહીં તેમણે ભારતીય જનતા પાર્ટીના નવ્યા હરિદાસ અને સીપીઆઈના સત્યન મોકેરીને ખૂબ પાછળ છોડી દીધા છે. પ્રિયંકા ગાંધી વાડ્રા દિલ્હીના ખાન માર્કેટ વિસ્તારમાં તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. પ્રિયંકા ગાંધી પોતાના પુત્રના મિત્રના લગ્નમાં હાજરી આપવા માટે જયપુર ગયા હતી.
વાયનાડ પેટાચૂંટણીના વલણો પર ભાજપના પ્રવક્તા ટોમ વડક્કને કહ્યું, “વાયનાડમાં કોણ જીતે છે કે હારે છે તે પ્રશ્ન નથી. તમને કોનું સમર્થન મળ્યું છે. ચોક્કસ સમુદાયની પ્રબળ સ્થિતિ હોવા છતાં, છતાં ચૂંટણી જીતવા માટે તમે પીએફઆઈ અને એસડીપીઆઈનો ટેકો લો છો, આ ભારત વિરોધી સંગઠનો છે.”
2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ બેઠક પરથી જીત્યા હતા.
આ પણ વાંચો મતદારોએ ચૂકાદો આપી દીધો, ખરી શિવસેના તો…..
વાયનાડ પેટા ચૂંટણીમાં 16 ઉમેદવારો મેદાનમાં છે. પ્રિયંકા પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે. માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની આગેવાની હેઠળના લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) એ સત્યન મોકેરીને મેદાનમાં ઉતાર્યા છે અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ નવ્યા હરિદાસને મેદાનમાં ઉતાર્યા છે.