આ રીતે તમે 25000 રૂપિયાના પગાર સાથે 1 કરોડ રૂપિયાનું ફંડ બનાવી શકો છો

આજના યુગમાં દરેક વ્યક્તિ ઝડપથી અમીર બનવા માંગે છે. એમીર બનવા માટે બજારમાં રોકાણના વિવિધ માધ્યમો ઉપલબ્ધ છે આજે અમે તમને એ માધ્યમો વિશે જણાવીશું
જ્યારે તમે રૂપિયા એક કરોડ જમા કરવામાં માગતા હો ત્યારે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડનું સિસ્ટમેટિક ઇનવેસ્ટમેન્ટ પસંદ કરવાનું તમારે માટે વધારે સારું છે.
મ્યુચ્યુઅલ ફંડના એસઆઈપીમાં નિયમિતપણે રકમનું રોકાણ કરવું યોગ્ય છે, કારણ કે એમાં તમારી પ્રારંભિક રોકાણની રકમ ભલે નાની હોય તો પણ તમને તેમાં લાંબા ગાળે સારું એવું વળતર મળી શકે છે.
ધારો કે તમે ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં દર મહિને 4,000 રૂપિયાનું રોકાણ કરો છો જે વાર્ષિક 12% વળતર આપે છે તો તમને એક કરોડ રૂપિયાની કમાણી કરવામાં 28 વર્ષ કરતા થોડો વધુ સમય લાગી શકે છે. જો તમે દર મહિને રૂપિયા 5000 નું રોકાણ કરો છો અને તમને 12% ના દરે તેમાં વળતર મળે છે તો તમે 26 વર્ષ એટલે કે 317 મહિનાથી થોડા વધુ સમયમાં એક કરોડ બચાવી શકો છો.
જો તમે દર મહિને તમારા પગારના 30 ટકા એટલે કે 7500 નું રોકાણ કરો છો તો 12% વ્યાજના દરે તો તમે 23 વર્ષ અથવા 276 મહિનામાં એક કરોડ રૂપિયા મેળવી શકો છો.
જો તમે દર મહિને તમારા માસિક પગારના 40% એટલે કે રૂપિયા 10,000નું રોકાણ કરો છો તો તમે 20 વર્ષ કે 248 મહિનામાં એક કરોડ રૂપિયા કરી શકો છો.