નેશનલ

Moody’s Ratings: સરકાર સહિત તમામે આ અહેવાલની ચિંતા કરવી જોઈએ

નવી દિલ્હીઃ 18મી લોકસભાની સંસદનું પહેલું સત્ર શરૂ થયું છે અને અપેક્ષા મુજબ પહેલા દિવસથી જ રાજકીય ગરમાગરમી શરૂ થઈ ગઈ છે. આવો જ એક ચિંતાનો વિષય છે પાણી. આ પાણી રોજબરોજના જીવનને તો ભારે અસર કરે જ છે, પણ સાથે સાથે વૈશ્વિક સ્તરે પણ ભારતની સાખને અસર કરી રહ્યું છે. આવું તારણ મૂડીઝના અહેવાલમાં આવ્યું છે, જેની ચિંતા સૌએ કરવાની જરૂર છે.

કાળઝાળ ગરમી વચ્ચે ભારતમાં પાણીની વધતી કટોકટી દેશની ધિરાણ કે રોકાણ મેળવવાની તક અને ક્ષમતા પર પણ અસર પહોંચાડી શકે છે. આ સંકટના કારણે માત્ર ખાદ્ય ચીજવસ્તુઓની કિંમતો જ નહીં પરંતુ લોકોની આવકમાં પણ ઘટાડો થશે. આ કારણોને લીધે દેશમાં સામાજિક અશાંતિનો ભય ઉભો થઈ શકે છે. ભારતનો ઝડપી આર્થિક વિકાસ, ઝડપી ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં પાણીની અછત થશે. એમ મૂડીઝ રેટિંગ્સે મંગળવારે જાહેર કરેલા તેના અહેવાલમાં જણાવ્યું હતું.

ભારત સામે ઊભા થતા પર્યાવરણીય જોખમ એવા શીર્ષક હેઠળ રીલિઝ કરવામાં આવેલા આ અહેવાલમાં પાણીની કટોકટી પાણીનો ભરપૂર ઉપયોગ કરતા ઔદ્યોગિક ક્ષેત્રો તેમ જ ખેતીમાં રોકાણની ક્ષમતાને ઘટાડી શકે છે, તેમ જણાવ્યું છે. તે ક્ષેત્રોની ધિરાણ ક્ષમતા માટે પણ હાનિકારક છે જે મોટા પ્રમાણમાં પાણીનો ઉપયોગ કરે છે. જોકે દેશની રાજધાની સહિત મોટા ભાગના રાજ્યોમાં પાણીનું સંકટ છે અને સૌ કોઈ જાણે છે જ કે આ કેટલી ગંભીર સમસ્યા છે.

રેટિંગ એજન્સીએ કહ્યું કે જળ સંકટ વધુ ગંભીર બની રહ્યું છે કારણ કે જળવાયુ પરિવર્તનની અસરો ઝડપથી વધી રહી છે. એટલે કે ભારતમાં પાણીની તંગી વધી રહી છે. આના કારણે દુષ્કાળ, ગરમીના મોજા અને પૂર જેવી આબોહવા સંબંધિત ઘટનાઓ સતત વધી રહી છે. જળવાયુ પરિવર્તનની પ્રતિકૂળ અસરોને કારણે સતત વધતી જતી કુદરતી આફતો ઉપરાંત, ઝડપી આર્થિક વિકાસ પણ પાણીનો વપરાશ વધારી રહ્યો છે.

જળ સંસાધન મંત્રાલયના ડેટાને ટાંકીને મૂડીઝે જણાવ્યું હતું કે ભારતની માથાદીઠ સરેરાશ વાર્ષિક પાણીની ઉપલબ્ધિ 2031 સુધીમાં ઘટીને 1,367 ઘન મીટર થવાની સંભાવના છે. તે પહેલાથી જ 2021 માં 1,486 ક્યુબિક મીટર કરતાં ઓછું છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1,700 ક્યુબિક મીટરથી ઓછું સ્તર જળ સંકટ હોવાનું સૂચવે છે.

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટિરોલોજીના જણાવ્યા અનુસાર ચોમાસાનો વરસાદ ઓછો થઈ રહ્યો છે. 1950-2020 દરમિયાન હિંદ મહાસાગરમાં તાપમાન 1.2 °C પ્રતિ સદીના દરે વધ્યું છે. જે 2020-2100 દરમિયાન વધીને 1.7-3.8 ડિગ્રી સેલ્સિયસ થશે. સંભવિત પાણીની અછતને કારણે થતા જોખમોને લાંબા ગાળાના પાણીના વ્યવસ્થાપનમાં રોકાણ કરીને જ ઘટાડી શકાય છે, એમ મૂડીઝે જણાવ્યું હતું. વિશ્વ બેંકના ફેબ્રુઆરી 2023ના અહેવાલ અનુસાર, છેલ્લા એક દાયકામાં ગ્રામીણ સમુદાયોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના ભારત સરકારના પ્રયાસોને સમર્થન આપ્યું છે. $1.2 બિલિયનના કુલ ભંડોળ સાથે બહુવિધ પ્રોજેક્ટ્સ દ્વારા 20 મિલિયનથી વધુ લોકોએ લાભ મેળવ્યો છે.

SBIના અંદાજ મુજબ, ઉત્તર ભારતમાં પૂર અને ગુજરાતમાં ચક્રવાત બિપરજોયને કારણે 2023માં ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર નુકસાન થયું હતું. તેનાથી દેશની અર્થવ્યવસ્થાને 1.2-1.8 અબજ ડોલરનો આંચકો સહન કરવો પડ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ