ટોપ ન્યૂઝનેશનલ

ઉમેદવારી નોંધાવ્યા પહેલા Smriti Iraniની સ્કૂટી રાઈડઃ કૉંગ્રેસે ક્યારે કરશે ઉમેદવારની જાહેરાત

અમેઠીઃ આજે કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના ઉમેદવાર સ્મૃતિ ઈરાની સહિત ઘણા દિગ્ગજો પોતાપોતાના લોકસભા ક્ષેત્રમાં ઉમેદવારી નોંધાવશે. જોકે અમેઠીથી કૉંગ્રેસ પોતાનો ઉમેદવાર હજુ જાહેર કરી શકી નથી. અહીંથી રાહુલ ગાંધીનું નામ લેવાઈ રહ્યું છે, આ સાથે રોબર્ટ વાઢેરાનું નામ પણ ચર્ચાતું હતું, પરંતુ હજુ સુધી કૉંગ્રેસની સત્તાવાર જાહેરાત થઈ નથી. દરમિયાન સમાજવાદી પાર્ટીએ પોતાના ઉમેદવાર રવિ પ્રકાશ મોર્યના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે સૌને કૉંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થવાની પ્રતીક્ષા છે.

બીજી બાજુ કેન્દ્રીય મંત્રી અને લોકસભા મતવિસ્તારની સાંસદ સ્મૃતિ ઈરાની સાડી અને હેલ્મેટ પહેરીને સ્કૂટર પર સવારી કરતા અને પોતાના લોકસભા મતવિસ્તાર અમેઠીમાં લોકોને મળતા જોવા મળી હતી. 48 વર્ષની સ્મૃતિ ઈરાની લોકો સાથે સેલ્ફી અને તસવીરો લેતી જોવા મળી હતી. તેમણે ભાજપના કાર્યકર્તાઓ સાથે પણ વાત કરી અને તેમના વિસ્તારની માહિતી લીધી.

સ્મૃતિ ઈરાની આજે અમેઠીથી ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. સત્તાધારી ભાજપ દ્વારા સ્મૃતિ ઈરાનીને અમેઠીની ટિકિટ આપવામાં આવી છે. 2019માં પણ તેમણે રાહુલ ગાંધીને હરાવીને આ સીટ જીતી હતી. આ પહેલા રવિવારે તેઓ દિવસ દરમિયાન અયોધ્યા ગયા હતા અને રામલલાના દર્શન કર્યા હતા. એક તરફ ઈરાની અહીં ઘણા સમયથી પ્રચાર કરી રહ્યા છે અને બીજી બાજુ કૉંગ્રેસે ઉમેદવાર પણ જાહેર ન કર્યો હોય, આ બેઠક કૉંગ્રેસ જાણીજાઈને ગુમાવવા માગે છે કે શું તેવા સવાલો પણ લોકો કરી રહ્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…