નેશનલ

Waqf Board Bill: આજે સંસદમાં વક્ફ બોર્ડ સંશોધન બિલ રજૂ થશે, આ મોટા ફેરફારો થશે

નવી દિલ્હી: સંસદમાં (Parliament) આજે મહત્વનો દિવસ છે, જૂના વકફ કાયદાઓને બદલવા માટે આજે વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 (Waqf amendment Bill) સંસદમાં રજૂ કરવામાં આવશે. લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુ (Kiren Rijiju) પ્રશ્નકાળ પછી બિલ રજૂ કરશે. આ બિલ બાબતે પહેલાથી જ વિવાદ ઉભો થઈ ચૂક્યો છે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ સરકારના આ પગલાનો સખત વિરોધ વ્યક્ત કરી ચુક્યા છે, આજે પણ ગૃહમાં ઉગ્ર ચર્ચા થવાની શકયતા છે.

સરકાર વકફ સંબંધિત બે બિલ સંસદમાં લાવશે. બિલ દ્વારા મુસ્લિમ વક્ફ એક્ટ 1923ને નાબૂદ કરવામાં આવશે. બીજા બિલ દ્વારા વકફ એક્ટ 1995માં મહત્વના સુધારા કરવામાં આવશે.

સરકાર ગુરૂવારે લોકસભામાં વકફ પ્રોપર્ટી સંબંધિત કાયદો રજૂ કરશે, જ્યારે બીજી તરફ વકફ પ્રોપર્ટી સંબંધિત બિલ રાજ્યસભામાંથી પાછું ખેંચી લેવામાં આવશે. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની યુપીએ સરકારે 18 ફેબ્રુઆરી 2014ના રોજ રાજ્યસભામાં વકફ સંપત્તિ સંબંધિત આ બિલ રજૂ કર્યું હતું. હવે કેન્દ્ર સરકારે તેને રાજ્યસભામાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. કિરેન લઘુમતી બાબતોના પ્રધાન રિજિજુ ગુરુવારે રાજ્યસભામાં તેને પાછું ખેંચવા માટેનું બિલ રજૂ કરશે.

1995 અને 2013ના વકફ કાયદામાં સુધારો કરવા બીલ રજુ કરવામાં આવી રહ્યું છે. આ બિલમાં 1995ના વકફ એક્ટનું નામ બદલીને યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 કરવામાં આવ્યું છે. બિલ દ્વારા જૂના કાયદાઓમાં લગભગ 40 ફેરફારો કરવામાં આવશે.

બિલમાં જણાવાયું છે કે 1995 અને 2013ના કાયદા હોવા છતાં રાજ્ય વકફ બોર્ડની કામગીરીમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો નથી અને વકફ મિલકતોના સંચાલન અને સંચાલનમાં પારદર્શિતાનો અભાવ છે.

વકફ બિલમાં આ મહત્વના ફેરફારો પ્રસ્ત્વિત છે:

  1. કાયદાના અમલ પછી, દરેક નવી વકફ મિલકતની નોંધણી અને ચકાસણી ફરજિયાત બનશે. નવી વકફ મિલકત દસ્તાવેજો વિના બનાવી નહીં શકાય.
  2. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડમાં મુસ્લિમો અને બિન-મુસ્લિમોનું યોગ્ય પ્રતિનિધિત્વ હશે. મુસ્લિમ સમુદાયોમાં અન્ય પછાત વર્ગો; શિયા, સુન્ની, બોહરા, આગાખાનીને પ્રતિનિધિત્વ આપવામાં આવશે.
  3. મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવશે. સેન્ટ્રલ કાઉન્સિલ અને સ્ટેટ વક્ફ બોર્ડમાં બે મહિલાઓનું હોવું ફરજિયાત રહેશે.
  4. કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેઝ દ્વારા વકફની નોંધણીની રીતને સુવ્યવસ્થિત કરવાનો પણ સમાવેશ થાય છે.
  5. બે સભ્યો સાથે ટ્રિબ્યુનલ માળખામાં સુધારો કરવો અને ટ્રિબ્યુનલના આદેશો સામે હાઈકોર્ટમાં અપીલ કરવા માટે 90 દિવસનો સમયગાળો પ્રદાન કરવો.
  6. વકફ મિલકતોનું સર્વેક્ષણ કરવાની સર્વે કમિશ્નરની સત્તા કલેક્ટર અથવા કલેક્ટર દ્વારા નામાંકિત નાયબ કલેક્ટર પાસે રહેશે.
  7. વક્ફ કાઉન્સિલમાં એક કેન્દ્રીય પ્રધાન, ત્રણ સાંસદો, મુસ્લિમ સંગઠનોના ત્રણ પ્રતિનિધિઓ, મુસ્લિમ કાયદાના ત્રણ નિષ્ણાતો, સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના બે ભૂતપૂર્વ ન્યાયાધીશો, એક પ્રખ્યાત વકીલ, રાષ્ટ્રીય પ્રતિષ્ઠાના ચાર લોકો, ભારત સરકારના એડીશનલ અથવા જોઈન્ટ સચિવોનો સમાવેશ થશે. તેમની વચ્ચે ઓછામાં ઓછી બે મહિલાઓ હોવી જરૂરી છે.

સરકારે જણાવ્યું છે કે બિલ લાવવાનો હેતુ વકફ પ્રોપર્ટીનું વધુ સારું સંચાલન છે. આમાં વકફ એક્ટ 1995ની કલમ 40 હટાવવામાં આવી રહી છે, જે અંતર્ગત વકફ બોર્ડને કોઈપણ મિલકતને વકફ મિલકત તરીકે જાહેર કરવાનો અધિકાર હતો. વકફ એક્ટ 1995નું નામ બદલીને યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ, એમ્પાવરમેન્ટ, એફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ 1995 રાખવામાં આવશે.

સમાજવાદી પાર્ટી આજે સંસદમાં રજૂ થનારા વકફ (સુધારા) બિલ, 2024નો વિરોધ કરશે. વિપક્ષી દળોએ બુધવારે સરકારને વિનંતી કરી હતી કે બિલની રજૂઆત બાદ તેને સંસદની સ્થાયી સમિતિને વિચારણા માટે મોકલવામાં આવે.

સરકારે બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC)ની બેઠકમાં કહ્યું કે તે ગૃહની ભાવનાનું મૂલ્યાંકન કર્યા પછી આ અંગે નિર્ણય લેશે. આ સાથે, સરકારે એમ પણ કહ્યું કે તે ગુરુવારે લોકસભામાં બિલની રજૂઆત પછી તેની ચર્ચા અને પાસ થવાનો આગ્રહ નહીં રાખે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કોર્પોરેટ કર્મચારીઓએ લંચ પછી 10 મિનિટ ચાલવું શા માટે મહત્વનું છે Kriti Sanon In Greece તમે પણ પાસવર્ડ ક્રિયેટ કરતી વખતે નથી કરતાં ને આ ભૂલ? બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો…