ટોપ ન્યૂઝનેશનલ

આવતીકાલે સંસદમાં રજૂ થઈ શકે છે વકફ સંશોધન બિલ; પક્ષ-વિપક્ષમાં છે ધાંધલ-ધમાલ…

નવી દિલ્હી: JPCમાં વકફ સુધારા બિલની ચર્ચા બાદ હવે આ બિલને બુધવારે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. તે પહેલાં, સરકાર અને વિપક્ષ રાજનીતિનાં મેદાનમાં પોતપોતાની ફિલ્ડિંગ ગોઠવવામાં વ્યસ્ત છે. વિપક્ષને લાગી રહ્યું છે કે આ બિલને કોઈપણ રીતે રોકવું જોઈએ, તો સરકારનો દાવો છે કે NDA ના સાથી પક્ષો ઉપરાંત, કેટલાક અન્ય પક્ષો પણ તેનું સમર્થન કરી રહ્યા છે. આ બિલને લઈને JPCની બેઠકમાં ચર્ચા થઈ હતી. જો કે ભાજપ માટે તેના સાથી પક્ષો આ અંગે ચિંતા વધારી શકે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.

સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે ​​આ બિલ અંગે ભાજપના લોકસભાના દંડક સાથે બેઠક કરી છે. તે જ સમયે, આ બિલ મંજૂર થાય તે પહેલાં રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે. વકફ સુધારા બિલ પર, NDA ના સાથી પક્ષ JDUપર સંસદમાં શું સ્ટેન્ડ લેશે તે બાબતે કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી, જો કે તેમણે વિપક્ષ પર મુસ્લિમોને ભ્રમિત કરવાનો આક્ષેપ કર્યો છે.

શું કહ્યું કોંગ્રેસે?
વકફ સુધારા બિલ અંગે કોંગ્રેસના સાંસદ રજની પાટીલે કહ્યું, જો તે અમારા માટે અનુકૂળ રીતે લાવવામાં આવે તો અમે તેનું સ્વાગત કરીશું. જોકે તેમાં અમારા સભ્યો દ્વારા આપવામાં આવેલા તમામ ફેરફારોનો સમાવેશ થવો જોઈએ.

કોંગ્રેસના સાંસદ રણજીત રંજને કહ્યું, “આ બિલને ચર્ચાનો ભાગ બનવા દો, તેમાં ઘણી ખામીઓ છે. જ્યારે તે JPC પાસે ગયું ત્યારે જે સુધારા કરવા જોઈતા હતા તે કરવામાં આવ્યા ન હતા, તેના બદલે બીજા સુધારા કરવામાં આવ્યા હતા અને આ દેશની વ્યવસ્થા મુજબ નહોતા. જ્યારે તેની ચર્ચા થશે, ત્યારે તેની વાત થશે. આ દેશના ધર્મનિરપેક્ષતા માટે ચોક્કસપણે યોગ્ય નથી.

ભાજપે શું કહ્યું?
ભાજપના સાંસદ દિનેશ શર્માએ વકફ બિલ પર કહ્યું, “…વકફ ગરીબ મુસ્લિમો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ તેમની દુર્દશા સુધારવા માટેનું બિલ છે. આ બિલમાં, ન તો સરકાર કે ન તો કોઈ અન્ય કોઈ વકફની એક ઇંચ જમીન લઈ રહ્યું છે. કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો અધિકાર હશે, જો કોઈ આ સુધારાનો વિરોધ કરે છે, તો મને લાગે છે કે તે બંધારણની વિરુદ્ધ છે અને બી. આર. આંબેડકરનો વિરોધ કરે છે.”

JDU એ આ કહ્યું
કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન (લલન) સિંહે કહ્યું, “જેડીયુ અને નીતિશ કુમારને કોંગ્રેસ પાસેથી કોઈ પ્રમાણપત્રની જરૂર નથી, તેમણે પોતાની અંદર જોવું જોઈએ. તેમણે આ દેશ અને બિહાર પર કેટલા વર્ષ શાસન કર્યું? તેમણે મુસ્લિમો માટે શું કર્યું… નીતિશ કુમારએ છેલ્લા 20 વર્ષમાં મુસ્લિમોના અધિકારો અને ઉત્થાન માટે જે કામ કર્યું છે તે આઝાદી પછી કોઈપણ રાજ્યની સરકારે કર્યું નથી.”

સપાનું શું રહેશે સ્ટેન્ડ?
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે વક્ફ (સુધારા) બિલ પર કહ્યું, “…ભાજપ દરેક જગ્યાએ દખલ કરવા માંગે છે અને દરેક વસ્તુને નિયંત્રિત કરવા માંગે છે…ભાજપ કોઈને પણ શું કહેવા અને કોઈને શું કરવા માટે મજબૂર કરી શકે છે, આ ભાજપનો ચમત્કાર છે.”

આપણ વાંચો : ‘કોંગ્રેસ બંધારણ બદલવાનો પ્રયાસ કરી રહી છે….’ મુસ્લિમ અનામત મામલે રાજ્યસભામાં ભાજપનો આરોપ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button