Nutritionનું Power House છે આ Dryfruit, દરરોજ એક મુઠ્ઠી ખાશો તો…

હેડિંગ વાંચીને જ મગજમાં વિચારોના ઘોડા દોડવા લાગી ગયા ને કે આખરે એવું તે કયું છે આ ડ્રાયફ્રુટ કે જેની અહીં વાત થઈ રહી છે તો તમને જણાવી દઈએ કે અહીં અમે અખરોટની વાત થઈ રહી છે. આમ તો દરેક પ્રકારના ડ્રાયફ્રૂટ ન્યુટ્રીશનના પાવર હાઉસ જ હોય છે અખરોટની વાત જ અલગ છે. અખરોટનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને આ અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્ત્વો હોય છે, જે શરીરને અનેક ફાયદાઓ પહોંચાડે છે.
અખરોટને ડ્રાય ફ્રુટ્સનો રાજા પણ કહેવામાં આવે છે, જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અખરોટનું નિયમિત સેવન કરવાથી તમે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચી શકો છો અને તમારા સ્વાસ્થ્યને સુધારવામાં મદદ મળે છે. ચાલો સમય વેડફ્યા વિના જાણીએ કે આખરે અખરોટ ખાવાથી શું-શું ફાયદાઓ થાય છે એ-
હાર્ટનો રાખે ખાસ ખ્યાલ…
અખરોટમાં જોવા મળતું ઓમેગા-3 ફેટી એસિડ્સ, પ્લાન્ટ સ્ટીરોલ્સ અને એલ આર્જિનિન જેવા પોષક તત્વો હાર્ટનું ખાસ ધ્યાન રાખે છે, જે હાર્ટનું આરોગ્ય સુધારવામાં મદદ કરે છે. આ તત્વો કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલ રાખવામાં મદદ કરે છે. આ સિવાય બ્લડપ્રેશરને નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે.
માઈન્ડ પવાર વધારે
અખરોટમાં રહેલાં વિટામીન E, ફોસ્ફરસ અને એન્ટીઓક્સીડેન્ટ મગજના કોષોને સુરક્ષા પૂરી પાડે છે અને યાદશક્તિ વધારે છે. આ સિવાય અખરોટમાં જોવા મળતા ઓમેગા-3 ફેટી એસિડ મગજના વિકાસ અને કાર્યમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, આને કારણે શિખવાની ક્ષમતા તો વધે જ છે પણ એની સાથે સાથે જ એકાગ્રતામાં પણ વૃદ્ધિ થાય છે.
ડાયાબિટિસને રાખે કન્ટ્રોલમાં…
અખરોટમાં રહેલાં ફાઈબર અને હેલ્ધી ફેટ્સ બોડીમાં બ્લડ શુગરના લેવલને કન્ટ્રોલમાં રાખવામાં મદદ કરે છે અને ડાયાબિટિસના દર્દીઓ માટે પણ આ ફાયદાકારક છે. આ સિવાય અખરોટ ઈન્સ્યુલિનની સંવેદનશીલતામાં પણ વધારો કરે છે.
વજન પણ ઘટાડે…
આ તો સૌથી મહત્વનો મુદ્દો છે. વધતું વજન એ લગભગ આપણામાંથી તમામની સમસ્યા છે પરંતુ એ સમસ્યા ઘટાડવામાં પણ અખરોટ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અખરોટમાં ભરપૂર માત્રામાં કેલરી હોવા છતાં તેમાં હાજર ફાઈબર અને પ્રોટીન તમને ઝડપથી અને લાંબા સમય સુધી તૃપ્ત રાખે છે, જેનાથી તમે ઓછું ખાઓ છો અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. ઉપરાંત, અખરોટ શરીરમાં મેટાબોલિઝમ સુધારે છે, જેના કારણે કેલરી ઝડપથી બળવા લાગે છે.
સ્ટ્રેસ ઘટાડે…
અખરોટમાં જોવા મળતું મેગ્નેશિયમ તાણ અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય અખરોટમાં ટ્રિપ્ટોફોન નામનું એસિડ પણ જોવા મળે છે, જે શરીરમાં સેરોટોનિનની ઉત્પતિ વધારે છે. જેને કારણે મૂડ તો સુધરે જ છે પણ એની સાથે સાથે જ તાણ પણ દૂર થાય છે.