ટૂંક સમયમાં તનોટ રાય માતા મંદિર ખાતે થશે વાઘા-અટારી બોર્ડર જેવી રિટ્રીટ સેરેમની: સાથે રહેશે આ આકર્ષણો…

નવી દિલ્હી: પંજાબના અમૃતસરમાં આવેલ અટારી-વાઘા બોર્ડર પર આયોજીત થતી બીટિંગ રિટ્રીટ સેરેમનીની રોનક જ કઈક અલગ છે. બધા લોકો એકવખત આ સેરેમનીને જોવા માટે તલપાપડ રહે છે. જો કે ગુજરાતથી ત્યા જવા માટે દૂર પડે હવે ભારત પાકિસ્તાન સરહદ પર રિટ્રીટ સેરેમનીની મજા માણવા માટે નવું સ્થળ ઉમેરાઈ ગયું છે. BSF દ્વારા રાજસ્થાનના તનોટ રાય માતા મંદિર પર ટૂંક સમયમાં રિટ્રીટ સેરેમની શરૂ કરવામાં આવશે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) પંજાબના અમૃતસરમાં અટારી-વાઘા બોર્ડર પર દરરોજ યોજાતી રિટ્રીટ સેરેમની જેવી જ રિટ્રીટ સેરેમની રાજસ્થાનના જેસલમેરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર શરૂ કરવામાં આવશે. આ બાબત અંગે બીએસએફના એક અધિકારીએ બુધવારે જણાવ્યું હતું કે તનોટ રાય માતા મંદિર સંકુલમાં આ ઉદેશથી 1,000 લોકોની ક્ષમતા ધરાવતું એમ્ફીથિયેટર નિર્માણાધીન છે.
BSFના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જેસલમેર) યોગેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે BSFના જવાનો દરરોજ સાંજે કેમલ શો અને અન્ય કાર્યક્રમો સાથે ભારતીય ધ્વજ નીચે ઉતારશે. વાઘા ખાતે થતી રિટ્રીટ સેરેમની જેમ અહી પાકિસ્તાન બોર્ડર પર કોઇ પાકિસ્તાન તરફથી આવો કોઈ સમારોહ થશે નહીં. આથી વાઘા બોર્ડર જેવી થનારી સેરેમની જેવી રોનક તો અહી નહિ જોવા મળે.
કેદ્ર સરકારની બોર્ડર ટૂરિઝમની પહેલ અંતર્ગત 2021માં રિટ્રીટ સેરેમની માટે તનોટ નજીક થોડા વર્ષો પહેલા બાબલિયન સરહદ ચોકીને વિકસાવવામાં આવી હતી. સેરેમની માટે તનોટની પસંદગી કરવામાં આવી તે પહેલાં 2022 સુધીમાં આ સ્થળે સ્ટેડિયમ, વોચટાવર, સેલ્ફી પોઈન્ટ વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
રાઠોડે વધુમાં જણાવ્યું હતું કે તનોટ બોર્ડર ટૂંક જ સમયમાં વાઘા બોર્ડરની ભવ્યતાને પ્રતિબિંબિત કરતી એક સેરેમની માટે તૈયાર છે. આ માટે ખૂબ ઝડપથી કામ કરી રહ્યા છીએ. બોર્ડર પર એમ્ફી થિયેટરનું બાંધકામ ચાલી રહ્યું છે, અને અમને આશા છે કે તનોટ સંકુલ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે,”