
નવી દિલ્હી: દેશના નવા મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ પર ચર્ચા કરવા માટે 17 ફેબ્રુઆરીના રોજ બેઠક યોજાવાની છે. વર્ષ 2023માં સરકારે કાયદો બનાવીને નિયુક્તિ પેનલમાંથી ભારત મુખ્ય ન્યાયાધીશ બહાર કરી દીધા હતાં. એવામ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે (Jagdip Dhankhar) ગઈ કાલે આપેલું એક નિવેદન ચર્ચામાં છે. તેમણે કહ્યું છે કે દેશના મુખ્ય ન્યાયાધીશે કોઈપણ પ્રકારની કારોબારી નિમણૂકમાં ભાગ લેવો જોઈએ નહીં. ધનખડે શુક્રવારે ભોપાલમાં નેશનલ જ્યુડિશિયલ એકેડેમીમાં એક કાર્યક્રમ દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
Also read : આતંકવાદ વિરુદ્ધ મોદી-ટ્રમ્પના સયુંકત નિવેદન બાદ પાકિસ્તાનના પેટમાં રેડાયું તેલ…
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે એક્ઝિક્યુટિવ અધિકારીઓની નિમણૂકમાં CJI શા માટે સામેલ થાય છે? તેમણે કહ્યું કે લોકશાહી સંસ્થાઓએ તેમના અધિકારક્ષેત્ર અનુસાર કામ કરવું જોઈએ. CBI ડિરેક્ટર જેવા ટોચના પદો પર નિમણૂકોમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ કેવી રીતે સામેલ થઈ શકે?
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે આવા ધોરણો પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે. આ લોકશાહી સાથે સુસંગત નથી. આપણે કોઈપણ ઉચ્ચ સ્તરીય નિમણૂકમાં ભારતના મુખ્ય ન્યાયાધીશને કેવી રીતે સામેલ કરી શકીએ? આ બંધારણીય વિરોધાભાસ છે, જેને વિશ્વનું સૌથી મોટું લોકશાહી હવે સહન કરી ન શકે.
વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર 18 ફેબ્રુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. આના એક દિવસ પહેલા, વડાપ્રધાન, રાહુલ ગાંધી અને કાયદા પ્રધાન અર્જુન મેઘવાલની બનેલી ત્રણ સભ્યોની પેનલની બેઠક થશે. આ બેઠકમાં આગામી મુખ્ય ચૂંટણી કમિશનરના નામ પર ચર્ચા થવાની છે.
Also read : દેશનો સૌથી પહેલો વર્ટિકલ સી બ્રિજ ક્યારે શરુ થશે, જાણો પમ્બન બ્રિજની વિશેષતા?
આ દરમિયાન સુપ્રીમ કોર્ટમાં આ મામલે દાખલ કરાયેલી અરજી પર પણ સુનાવણી થવાની છે. અરજદારનું કહેવું છે કે આવી નિમણૂકમાં, મુખ્ય ન્યાયાધીશને ત્રણ સભ્યોની પેનલમાં સામેલ કરવા જોઈએ.