ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Election 2024: આવતીકાલે આ ધુરંધરોની બેઠકો પર થશે મતદાન, ગરમી બનશે વિલન

અમદાવાદઃ આવતીકાલે 18મી લોકસભા માટે ચાલી રહેલી ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. ગુજરાતની 25 સહિત દેશભરની 94 બેઠક માટે મતદાન થશે ત્યારે હવામાન વિભાગની આગહી અને વાતાવરણમાં અનુભવાતો ઉકળાટ જોતા મતદાનની ટાકાવારી પર અસર થશે, તેમ માનવામાં આવે છે.

ત્રીજા તબક્કામાં ઉત્તર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, કેરળ, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આસામ વગેરેમાં મતદાન થશે. તમને જણાવી દઈએ કે આ મતદાન માટે અલગ-અલગ બૂથની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં લોકસભાની કેટલીક બેઠકો એવી છે જેને હોટ સીટ માનવામાં આવે છે અને દરેકની નજર આ સીટો પર ટકેલી છે.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે સોનલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. લાલકૃષ્ણ અડવાણી અને ત્યારબાદ અમિત શાહ આ બેઠક જીતતા આવ્યા છે.

રાજકોટઃ ભાજપે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી તેમ જ કેન્દ્રીય પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ઉમેદવારી આપવામાં આવી હતી. જોકે તેમણે ક્ષત્રિય સમાજ વિશે કરેલી એક ટીપ્પણીથી આખું ગુજરાત ગાજ્યુ અને છેલ્લા દોઢેક મહિનાથી ક્ષત્રિય સમાજનો વિરોધ અને રૂપાલાનો પ્રચાર છવાયેલા રહ્યા. આ બેઠક પર કૉંગ્રેસે લેઉઆ પટેલ સમાજના મજબૂત નેતા પરેશ ધાનાણીને ઊભા રાખી બેઠક વધારે દિલચસ્પ બનાવી દીધી છે.

ભરૂચઃ આમ આદમી પક્ષના ઉમેદવાર અને પહેલીવાર આદિવાસી વિસ્તાર ડેડીયાપાડાના વિધાનસભ્ય બનેલા ચૈતર વસાવાએ ભાજપના છ ટર્મના વિજેતા મનસુખ વસાવાને પડકાર્યા છે. આ બેઠક પર ભારે રસાકસી છે.
વિદીશાઃ બીજેપી નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે પ્રતાપ ભાનુ શર્માને ઉમેદવાર બનાવ્યા છે.

ગુનાઃ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુના લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે રાવ યાદવેન્દ્ર સિંહ યાદવને ટિકિટ આપી છે.

બારામતીઃ શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે બારામતી લોકસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. તેમની ભાભી સુનેત્રા પવાર, જેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના પત્ની છે, તેમની સામે ચૂંટણી લડી રહ્યા છે.
મૈનપુરીઃ સપા પ્રમુખ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરી બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી રહી છે. ભાજપે અહીંથી જયવીર સિંહ અને બસપાએ શિવ પ્રસાદ યાદવને મેદાનમાં ઉતાર્યા છે.

ધારવાડઃ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કર્ણાટકના ધારવાડથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે વિનોદ આસુતીને ઉમેદવાર બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button