ટોપ ન્યૂઝનેશનલ

Loksabha Election: ચોથા તબક્કામાં 10 રાજ્યોની 96 બેઠકો પર કુલ 62.56%, 2019ના તુલનામાં 6.56 ટકા ઘટ્યું

નવી દિલ્હી: Loksabha ચૂંટણીના ચોથા તબક્કા અંતર્ગત દેશના 10 રાજ્યોની 96 બેઠકો પર આજે મતદાન પૂર્ણ થયું છે. ચોથા તબક્કામાં 62.56% મતદાન થયું હતું. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે ચોથા તબક્કાના મતદાનમાં લગભગ 6.56 ટકાનો ઘટાડો થયો છે. 2019ની ચૂંટણીમાં, ચોથા તબક્કા હેઠળ 69.12% મતદાન થયું હતું. 10 રાજ્યોમાં સૌથી વધુ 75.72% મતદાન પશ્ચિમ બંગાળમાં થયું હતું. જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 35.97 ટકા મતદાન થયું હતું.

આજે સોમવારે એટલે કે 13 મેના રોજ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી 96 લોકસભા સીટો પર મતદાન થયું હતું. ચોથા તબક્કાના મતદાન સાથે હવે 379 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થયું હતું, જેમાં 66.14 ટકા મતદાન થયું હતું. બીજા તબક્કામાં 26 એપ્રિલે 66.71 ટકા મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં 65.68% મતદાન થયું હતું. રાજકીય પંડિતોના મતે આ ચાર તબક્કાના મતદાન બાદ આગામી સરકારનું વલણ નક્કી કરવામાં આવશે.

આજે 10 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરની 96 બેઠકો પર મતદાન સમાપ્ત થયું. 62.56% મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 75.72% અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 35.97% મતદાન થયું. આ ઉપરાંત આંધ્રપ્રદેશની 175 વિધાનસભા સીટો અને ઓડિશાની 28 વિધાનસભા સીટો પર પણ મતદાન થયું હતું.

આજે સોમવારે સાંજે 5 વાગ્યા સુધી તમામ લોકસભા સીટો પર 62.31% મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 75.66% અને જમ્મુ-કાશ્મીરમાં સૌથી ઓછું 35.75% મતદાન થયું હતું. આ ઉપરાંત, આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 67.99% મતદાન થયું હતું અને ઓડિશા વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 62.96% મતદાન થયું હતું.

મળતી જાણકારી મુજબ, ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળ, બિહાર અને મહારાષ્ટ્રમાં અલગ-અલગ કારણોસર ત્રણ લોકોના મોત થયા હતા. પશ્ચિમ બંગાળના બોલપુરમાં મતદાનના એક દિવસ પહેલા TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દુર્ગાપુરમાં ભાજપ અને ટીએમસી સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. TMCએ સીપીઆઈ(M) સમર્થકો પર બોમ્બ વિસ્ફોટનો આરોપ લગાવ્યો છે.

બિહારના મુંગેરમાં મતદાન પહેલા એક પોલિંગ એજન્ટનું હાર્ટ એટેકથી મોત થયું હતું. મુંગેરમાં જ કેટલાક લોકોએ વોટિંગ દરમિયાન સ્લિપ ન આપવા પર સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો કર્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી બે યુવકોને કસ્ટડીમાં લીધા હતા. મહારાષ્ટ્રના બીડમાં એક ન્યૂઝ ચેનલના પત્રકારનું હાર્ટ એટેકથી મોત થયું છે.

આંધ્રપ્રદેશમાં જ મતદારો સાથે ગેરવર્તનનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઝહીરાબાદ કોંગ્રેસના ઉમેદવાર સુરેશ શેતકરના ભાઈ નાગેશ શેતકરે એક મતદારને લાત મારી હતી બાદમાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી મતદારનું બાઇક પાડી દેવાયું અને જ્યારે તે તેને લેવા ગયો ત્યારે શેતકરે તેને લાત મારી.

આંધ્રપ્રદેશના ગુંટુર વિધાનસભા ક્ષેત્રથી YSR કોંગ્રેસના ધારાસભ્ય અન્નાબાથુની શિવકુમારે એક બૂથ પર એક મતદારને થપ્પડ મારી હતી, ત્યારબાદ તેણે પણ સામે થપ્પડ પણ મારી હતી. આ પછી ધારાસભ્યના સમર્થકોએ તે વ્યક્તિને માર માર્યો હતો. લાઈનમાં ન આવવા માટે આ વ્યક્તિએ ધારાસભ્યને અટકાવ્યા હતા, જેના કારણે વિવાદ થયો ભારો હોબાળો થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button