નેશનલ

વિવેક રામાસ્વામીએ યુએસ રાષ્ટ્રપતિપદની ઉમેદવારીનો દાવો છોડી દીધો

ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા

વોશિંગ્ટન: અમેરિકામાં આ વર્ષે રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજવાની છે, આ વર્ષે ચૂંટણીમાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી અમેરિકાના રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી નોંધાવે એવી શક્યતાઓ હતી, પરંતુ હવે તેમણે ઉમેદવારી પરથી દાવો છોડી દીધો છે. હવે તેમણે ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન જાહેર કર્યું છે.

વિવેક રામાસ્વામીએ સોમવારે રાષ્ટ્રપતિપદની રેસમાંથી ખસી જવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન રામસ્વામીએ કહ્યું કે હવે મારા માટે કોઈ રસ્તો બચ્યો નથી. ૧૫ જાન્યુઆરીના રોજ રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે પ્રથમ કોકસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોકસ આયોવામાં યોજાયું હતું અને તેમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવી હતી.

વિવેક રામાસ્વામી આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી ખસી ગયા બાદ હવે ડોનાલ્ડ ટ્રમ્પ સિવાય માત્ર નિક્કી હેલી અને રોન ડીસેન્ટિસ રેસમાં બાકી છે. વિવેક રામાસ્વામી આ ત્રણેયથી પાછળ હતા અને હવે આયોવા કોકસનાં પરિણામોમાં પાછળ રહ્યા બાદ વિવેક રામાસ્વામીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. વિવેક રામાસ્વામી અમેરિકન રાજકીય દ્રશ્યમાં એક અજાણ્યો ચહેરો હતો, પરંતુ ફેબ્રુઆરી ૨૦૨૩ માં તેમની ઉમેદવારીની જાહેરાત કર્યા પછી, વિવેક રામાસ્વામીએ રિપબ્લિકન મતદારોનું ધ્યાન ખેંચવા પ્રયત્નો કર્યા હતા.

રામાસ્વામી ઇમિગ્રેશન અને તેમની અમેરિકા ફર્સ્ટ નીતિ અંગેના તેમના વિચારોને કારણે થોડા જ સમયમાં મતદારોમાં ખૂબ લોકપ્રિય બની ગયા હતા. જોકે, હવે રામાસ્વામી રાષ્ટ્રપતિપદની રેસમાં ખરાબ રીતે પાછળ રહી ગયા હતા. રામાસ્વામી પણ આયોવા કોકસમાં ચોથા સ્થાને રહ્યા અને તેમને માત્ર ૭.૭ ટકા મત મળ્યા.

વિવેક રામાસ્વામી અબજોપતિ બિઝનેસમેન અને બાયોટેક કંપનીના વડા છે. રામાસ્વામીના માતાપિતા ભારતના કેરળના રહેવાસી હતા, જેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા. રામાસ્વામીનો જન્મ અમેરિકાના ઓહાયો રાજ્યમાં થયો હતો.

ચૂંટણી પ્રચારના પ્રારંભિક તબક્કામાં વિવેક રામાસ્વામીએ ડોનાલ્ડ ટ્રમ્પના વખાણ કર્યા હતા અને પોતાને ટ્રમ્પની નજીક બતાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પે પણ રામાસ્વામીનું સમર્થન કર્યું હતું. જો કે, ભૂતકાળમાં, ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ રામાસ્વામીની પ્રચાર ટીમ દ્વારા ઇન્ટરનેટ પર સંખ્યાબંધ પોસ્ટ કરવામાં આવી હતી, જેના કારણે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમની રોષે ગુસ્સે થઈ હતી. આ પછી ટ્રમ્પે પણ રામાસ્વામીને દંભી ગણાવીને તેમની આકરી ટીકા કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Financial Freedom: Can a Lucky Flower Really Help? Aishwarya Rai Bachchan’s Surprising Sisterhood: Unknown Family Ties” Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door