સમય રૈનાના સમર્થનમાં બોલવા ગયેલા દદલાણી મહાકુંભ વિશે શું બોલી ગયા?

જાણીતા સંગીતકાર અને ગાયક વિશાલ ડડલાની સ્પષ્ટ વક્તા તરીકે પણ ઓળખાય છે. તાજેતરમાં પોડકાસ્ટર રણવીર અલ્હાબાદીયાના નિવેદન બાદ સમય રૈના અને રણવીરને લોકો પોતપોતાની રીતે મુલવી રહ્યા છે. વિશાલ પણ
રૈનાના સમર્થનમાં બોલ્યો છે. જોકે રણવીરનું સમર્થન કરતા કરતા તેઓ મહાકુંભ વિશે બોલી ગયો છે, તેથી હવે રણવીરને બદલે વિશાલ લોકોના નિશાન પર આવી ગયો છે. હાલમાં સમય રૈના અને રણવીર અલ્હાબાદિયા ઘણા વિવાદોમાં છે. હવે વિશાલ પણ આમાં કૂદી પડ્યો છે. વિશાલે સમય અને રણવીરનો પક્ષ લીધો છે અને સરકાર અને મહાકુંભને નિશાને લીધા છે.
વિશાલે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં વિશાલે સમયને સપોર્ટ કર્યો છે.

Also read: રૈનાના યુટ્યુબ શોની તપાસ કરવા માટે મહારાષ્ટ્ર મહિલા પંચનો પોલીસને નિર્દેશ
પોસ્ટ શેર કરતાં વિશાલે કહ્યું છે કે આ બધો દંભ છે. સરકાર ઓનલાઈન કન્ટેન્ટને નિયંત્રિત કરવા માંગે છે. સરકાર છેલ્લા ઘણા સમયથી આ પ્રયાસ કરી રહી છે… હવે ટીવીની મદદથી લોકોમાં આક્રોશ ઉભો કરવાનો પ્રયાસ કરી રહી છે. આપણી અભણ પ્રજા પણ પોતાની સ્વતંત્રતા ગુમાવી રહી છે… મહાકુંભની નાસભાગમાં મૃતકોનું શું? સમજાયું? ગાયકની આવી પોસ્ટ વાયરલ થઈ રહી છે. યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ ઈન્ડિયા ગૉટ લેટેન્ટમાં અશ્લીલ ટીપ્પણી કરી હતી અને આ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો.