નેશનલ

પોતાના જન્મદિવસ પર વિરાટ કોહલીની ઐતિહાસિક સદી

સચિનના ૪૯ વન-ડે સદીના રેકોર્ડની કરી બરાબરી

કોલકાતા: ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીએ પોતાના જન્મદિવસ પર સચિનના ૪૯ વન-ડે સદીના રેકોર્ડની બરાબરી કરી હતી. વિરાટ કોહલીએ વર્લ્ડકપ ૨૦૨૩ની ૩૭મી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે શાનદાર સદી ફટકારી હતી. વિરાટ છેલ્લી બે મેચમાં ૪૯મી સદી ચૂકી ગયો હતો પરંતુ દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં આ અનુભવી ખેલાડીએ આ સિદ્ધિ હાંસલ કરી હતી.

સચિન કરતાં વિરાટ કોહલીએ ૧૭૫ મેચ વહેલી ૪૯ વનડે સદી ફટકારી હતી. જ્યારે વિરાટે આ સિદ્ધિ માત્ર ૨૭૭ વનડેમાં હાંસલ કરી છે. વિરાટ કોહલીએ ઈડન ગાર્ડન્સ ખાતે તેની પ્રથમ વનડે અને આંતરરાષ્ટ્રીય સદી પણ ફટકારી હતી. હવે તેણે આ મેદાન પર સચિનના સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.

વિરાટ કોહલીએ ૧૧૯ બોલમાં સદી ફટકારી હતી. આ તેની વન-ડે કારકિર્દીની ૪૯મી સદી હતી. આ બાબતમાં તેણે મહાન બેટ્સમેન અને ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરની બરાબરી કરી હતી. સચિને વનડેમાં પણ ૪૯ સદી ફટકારી છે. સચિને ૪૫૨ વન-ડે ઇનિંગ્સમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે વિરાટે તેની ૨૭૭મી વન-ડે ઇનિંગ્સમાં ૪૯ સદી ફટકારી છે. આમાં ખાસ વાત એ હતી કે આજે કોહલીએ તેના જન્મદિવસ પર સદી ફટકારી અને રેકોર્ડની બરાબરી કરી હતી. આ વર્લ્ડ કપમાં આ તેની બીજી સદી હતી. કોહલીએ સાઉથ આફ્રિકા સામે અણનમ ૧૦૧ રન કર્યા હતા. આ મેચમાં વિરાટે શ્રેયસ સાથે મળીને ૧૩૪ રનની ભાગીદારી કરી હતી. વિરાટે પોતાની અડધી સદી ૬૭ બોલમાં પૂરી કરી અને ૧૧૯ બોલમાં પોતાની ઐતિહાસિક સદી પૂરી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button