વિરાટ કોહલીએ અનેક વિક્રમ તોડ્યા
મુંબઇ: વિરાટ કોહલીએ બુધવારે અનેક વિક્રમ તોડ્યા હતા. બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. મેચમાં તેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. વિરાટ કોહલી હવે વનડેમાં ત્રીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયો છે. વિરાટ એક દિવસીય મેચમાં સૌથી વધુ સદી કરનારો બેટ્સમેન બની ગયો છે. તે એક જ વિશ્ર્વકપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બન્યો હતો. કોહલીએ બુધવારે (૧૫ નવેમ્બર) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપની સેમિફાઈનલ મેચમાં ન્યૂ ઝીલેન્ડ સામે ૮૦ રન કરતાની સાથે આ સિદ્ધિ હાંસલ કરી હતી. વિરાટે આ મામલે મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો હતો.
વિરાટ કોહલી એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. સચિન તેંડુલકરે વર્લ્ડકપ ૨૦૦૩માં ૬૭૩ રન કર્યા હતા. ન્યૂ ઝીલેન્ડ સામે વિરાટ કોહલીએ પોતાનો ૮૦ રન કરતાની સાથે જ સચિનને પાછળ છોડી દીધો હતો.
સચિને ૨૦૦૩ વર્લ્ડકપમાં ૧૧ ઇનિંગ્સમાં ૬૭૩ રન કર્યા હતા. કોહલીએ વર્લ્ડ કપની ૧૦ ઇનિંગ્સમાં તેના કરતા વધુ રન કર્યા છે. સચિને ૨૦૦૩માં એક સદી અને છ અડધી સદી ફટકારી હતી. તેને ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવા બદલ ગોલ્ડન બેટ મળ્યુ હતું. તેંડુલકરની શાનદાર ઇનિંગ્સના કારણે ટીમ ઇન્ડિયા ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીએ બુધવારે વન-ડે વર્લ્ડકપ ૨૦૨૩ની પ્રથમ સેમિફાઇનલમાં શાનદાર બેટિંગ કરી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ અનેક રેકોર્ડ તોડ્યા હતા. મેચમાં તેણે રિકી પોન્ટિંગનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. વિરાટ કોહલી હવે વનડેમાં ત્રીજો સૌથી વધુ રન કરનાર ખેલાડી બની ગયો છે.
વિરાટે ૨૯૧મી વનડેની ૨૭૯મી ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. વિરાટે વનડેમાં અત્યાર સુધીમાં ૧૩,૭૨૦થી વધુ રન કર્યા છે.
વનડેમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે ૪૬૩ વન-ડેની ૪૫૨ ઈનિંગ્સમાં ૪૪.૮૩ની એવરેજ અને ૮૬.૨૩ની સ્ટ્રાઈક રેટથી ૧૮,૪૨૬ રન કર્યા છે. આ યાદીમાં બીજા ક્રમે શ્રીલંકાના દિગ્ગજ કુમાર સંગાકારા છે જેમણે ૪૦૪ મેચોની ૩૮૦ ઇનિંગ્સમાં ૧૪,૨૩૪ રન કર્યા છે.
પોન્ટિંગે ૩૭૫ વનડેની ૩૬૫ ઇનિંગ્સમાં ૧૩,૭૦૪ રન અને સનથ જયસૂર્યાએ ૧૩,૪૩૦ રન ફટકાર્યા હતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૫૦થી વધુનો સ્કોર કરવા મામલે કોહલીએ પોન્ટિંગની બરાબરી કરી છે. બંને બેટ્સમેનોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૨૧૭-૨૧૭ પચાસથી વધુ સ્કોર કર્યો છે. આ યાદીમાં તેંડુલકર (૨૬૪) ટોચ પર છે, ત્રીજા ક્રમે સંગાકારા (૨૧૬) અને ચોથા ક્રમે જેક્સ કાલિસ (૨૧૧) છે.
ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીએ વર્લ્ડકપ ૨૦૨૩માં ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની સેમિફાઈનલમાં ઈતિહાસ રચ્યો હતો. તેણે પોતાની વન-ડે કારકિર્દીની ૫૦મી સદી ફટકારી હતી. હવે તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. આ મામલે વિરાટે મહાન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે. આ મેચ જોવા માટે સચિન તેંડુલકર પોતે વાનખેડે સ્ટેડિયમમાં હાજર રહ્યો હતો. સચિને ૪૫૨ વનડે ઇનિંગ્સમાં ૪૯ સદી ફટકારી હતી. આ સાથે જ કોહલીએ પોતાની ૨૭૯મી ઇનિંગમાં ૫૦ સદી ફટકારી છે.
વિરાટે કોઈપણ એક વર્લ્ડકપમાં સૌથી વધુ ૫૦ કરતા વધુ રનનો રેકોર્ડ પણ બનાવ્યો છે. વિરાટ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ૫૦ પ્લસ રનના મામલે સંયુક્ત રીતે બીજા સ્થાને પહોંચી ગયો છે. વિરાટે ત્રણેય ફોર્મેટમાં ૫૦ પ્લસ સ્કોર ૨૧૭ વખત કર્યો છે. આ મામલે તેણે રિકી પોન્ટિંગની બરાબરી કરી હતી. જ્યારે સચિન તેંડુલકરે આવું ૨૬૪ વખત આ કારનામું કર્યું છે
આ પહેલા આ મેચમાં ૮૦ રન કરીને વિરાટે એક વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાનો સચિનનો રેકોર્ડ તોડ્યો હતો. સચિને ૨૦૦૩ના વર્લ્ડકપમાં ૬૭૩ રન કર્યા હતા. વિરાટે ૬૭૪ રન કરીને સચિનનો રેકોર્ડ તોડ્યો હતો.