Viral Video: બેક ગ્રાઉન્ડમાં બાળકના રડવાનો અવાજ, વાસણની જેમ જ મહિલા ધોઈ રહી હતી બંદૂક અને…
અત્યાર સુધી તમે મોટા ટબમાં વાસણો ધોવાતા તો ઘણી વખત જોયા હશે, પણ શું તમે ક્યારેય વાસણની જેમ જ કોઈને બંદુક કે રિવોલ્વર ચમકાવતા કે ધોતાં જોયા છે? નહીં ને? તો તો તમારે આ લેખ છેલ્લે સુધી ચોક્કસ વાંચવો પડશે. મધ્ય પ્રદેશમાં એક મહિલા આ જ રીતે બંદૂક ધોતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે, પણ પછી જે થયું એ કોઈની પણ આંખો ખોલી નાખનાર હતું, ચાલો જોઈએ શું છે આખો ઘટના…
ઘટના મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાની છે.
સોશિયલ મીડિયા પર વઈયરલ થયેલા વીડિયોમાં એક મહિલા દેશી બનાવટના કટ્ટાને પાણીથી ધોતી જોવા મળી રહી છે, જાણે કે તે વાસણ ધોઈ રહી હોય. આ વીડિયો વાઈરલ થતાં જ ખળભળાટ મચી ગયો હતો હતો. મધ્ય પ્રદેશ પોલીસે પણ આ ઘટનાની નોંધ લઇને બે જણની ધરપકડ કરી છે.
મળી રહેલી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના ચંબલ પ્રદેશના મુરૈના જિલ્લામાં એક ગેરકાયદેસર બંદૂકની ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી. આ જ ફેકટરીમાંથી એક મહિલા બ્રશથી બંદૂક સાફ કરતી જોવા મળી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. વીડિયોના આધારે પોલીસે આ ફેકટરી પર દરોડો પાડયો હતો.
આ ઘટના મુરૈના જિલ્લાના મહુઆ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગણેશપુરા ગામમાં બની હતી. આ વીડિયો સરતાજ લેખક નામના એક્સ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો હતો.
વીડિયોમાં મહિલા બંદૂકોને ચમકાવવા માટે બ્રશથી સાફ કરી રહી છે અને પાછળથી મહિલાનો પતિ મહિલાને બંદૂકને વધુ સારી રીતે સાફ કરવાનું જણાવી રહ્યો છે. આ સાથે જ બેકગ્રાઉન્ડમાં નાના બાળકનો રડવાનો અવાજ પણ આવી રહ્યો છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો ગભરાટ ફેલાવવાના ઈરાદાથી જ બનાવવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા બાદ આ મામલો પોલીસે તેની ગંભીરતાપૂર્વક નોંધ લઈને કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયોનું વેરીફીકેશન કર્યા બાદ પોલીસે દરોડો પાડીને મહિલાના પતિ શક્તિ કપૂર સખવર અને સસરા બિહારીલાલની ધરપકડ કરી હતી.