નેશનલ

Viral Video: શ્રી રામ મંદિર પર ટીકા કરનારને રામે બતાવ્યો પરચો

પટના: અયોધ્યામાં શ્રી રામ મંદિરના (Ram Mandir) પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમ જ રામ મંદિરને લઈને અનેક લોકોએ પ્રશ્નો પણ ઉપસ્થિત કર્યા છે. બિહારના ગયામાં એક કાર્યક્રમમાં રામ મંદિર પર ટીકા કરતી વખતે સ્ટેજ પડી ગયો હતો. બિહારની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. તેમ જ આ વીડિયો પર લોકો રામ મંદિર પર ટીકા કરનારને પ્રભુ શ્રી રામે પરચો બતાવ્યો એવી કમેન્ટ પણ કરી રહ્યા છે.

https://twitter.com/i/status/1748593139181404676

બિહારના ગયામાં સ્વાતંત્ર્ય સેનાની અબ્દુલ કય્યુમ અન્સારીની 51મી પુણ્યતિથીના કાર્યક્રમ નિમિત્તે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક ભુતપૂર્વ ખાસદાર અલી અનવર અન્સારીએ શ્રી રામ અને રામ મંદિરને લઈને પ્રશ્ન ઉપસ્થિત કરતાં તેની સામે ટીકા કરી હતી. તેમણે આ વાત કહેતા જ સ્ટેજ હલવા લાગ્યું અને ધડામ કરીન સ્ટેજ તૂટી પડ્યું જેમાં અનેક લોકો જખમી થયા હતા.

રામ પર ટીકા કરતી વખતે સ્ટેજ તૂટી પડતાં કાર્યક્રમમાં હોબાળો થયો હતો. આ સંપૂર્ણ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જ્યારે આ સ્ટેજ પડ્યું ત્યારે તેની પર અનેક લોકો હતા. સ્ટેજ તૂટી પડતાં સ્ટેજ પર રહેલા અન્સારી સાથે રહેલા બીજા લોકો પણ પડી ગયા હતા. તેમ જ લોકોને મોટે ભાગે જમણા પગમાં ઇજા થઈ હતી, એવી માહિતી એક અધિકારીએ આપ હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ નવી જોડી જામશે પડદા પર? What to consume after the morning walk ? Effective Blood Pressure Home Solutions Nita Ambani: Stuns in Printed Saree with Mukesh & Kokilaben Ambani