નેશનલ

Viral Video: આ જ વ્યક્તિને કારણે Microsoft Outageની સમસ્યાનો સામનો કરવો પડ્યો? શું છે સચ્ચાઈ…

19મી જુલાઈ, 2024નો દિવસ કોમ્પ્યુટરના ઈતિહાસમાં ગ્લોબલ આઉટેજ (Microsoft Outage)ના નામે યાદ રાખવામાં આવશે, કારણ કે આ જ એ દિવસ હતો જ્યારે અચાનક જ લોકોના વિન્ડોઝ સિસ્ટમની સ્ક્રીન બ્લ્યુ થવા લાગી હતી. શરૂઆતમાં કોઈને કંઈ જ સમજાયું નહીં. પણ ધીરે ધીરે આ સમસ્યા વધતી ગઈ અને અચાનક જ દુનિયાની આશરે 6,600 જેટલી ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ અને એમાંથી 200 ફ્લાઈટ ભારતની હતી. આટલું ઓછું હોય તેમ શેરબજાર બંધ પડ્યું, શોપિંગ મોલ, એરપોર્ટની સિસ્ટમ પણ ઠપ્પ થવા લાગી. બાદમાં જ્યારે આ સમસ્યાનું તકારણ સામે આવ્યું તો જાણવા મળ્યું કે આ બધી સમસ્યાનું મૂળ એક સોફ્ટવેર અપડેટ હતું. આ પાછળ ક્રાઉડસ્ટ્રાઈક (CrowdStrike)નો હાથ હતો અને આ માટે ક્રાઉડસ્ટ્રાઈકે માફી પણ માંગી હતી.

આ બધી ધમાલ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ કરવામાં આવેલા દાવા અનુસાર ક્રાઉડસ્ટ્રાઈકનો એ જ કર્મચારી છે જેણે અપડેટને બગ સાથે રિલીઝ કર્યું હતું. એક વીડિયો બીજો પણ વાઈરલ થઈ રહ્યો છે અને એમાં આ વ્યક્તિના એક્સ એકાઉન્ટની ટાઈમલાઈનની સ્ક્રીન રેકોર્ડિંગ જોવા મળી રહી છે. આ વ્યક્તિનું નામ વિન્સેન્ટ ફ્લીબસ્ટિયર (Vincent Flibustier) હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો : સર્વર ડાઉન પર અશ્વિની વૈષ્ણવનું નિવેદન, કહ્યું- માઇક્રોસોફ્ટના સંપર્કમાં સરકાર

જોકે, આ આખો દાવો બનાવટી છે. આ શખ્સ એક વ્યંગકાર છે અને તેણે ગઈકાલે થયેલાં ગ્લોબલ આઉટેજ બાદ પોતાના એક્સ હેન્ડલ પર પ્રોફાઈલ પિક્ચર બદલાવ્યું છે અને પોતાની જાતને ક્રાઉડસ્ટ્રાઈકના કર્મચારી તરીકે ઓળખાવ્યો હતો. એટલું જ નહીં પણ તેણે એક્સ પર પોસ્ટ કરતાં એવું પણ કહ્યું હતું કે તેણે જ બગવાળું આ સોફ્ટવેર અપડેટ ઈન્સ્ટોલ કર્યું હતું.
આ વ્યક્તિની ટાઈમલાઈન પર એક બીજી પોસ્ટ પણ છે અને એની કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે આજે ક્રાઉડસ્ટ્રાઈકમાં મારો પહેલો દિવસ છે અને મેં એક અપડેટ રિલીઝ કરી દીધું છે. બપોરના સમયે આરામ કરી રહ્યો છું. આ શખ્સનો વીડિયો જોત-જોતામાં વાઈરલ થઈ ગયો અને લોકો એને ગાળો આપવા લાગ્યા. અત્યાર સુધીમાં આ પોસ્ટને 38.4 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે 20,000થી વધુ લોકોએ બુકમાર્ક સેવ કર્યું છે. ચાર લાખ લોકોએ આ પોસ્ટને લાઈક કર્યું હતું. વિન્સેન્ટે પોતાના બાયોમાં એવું પણ લખ્યું છે કે આ અપડેટને કારણે જ તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે.

https://twitter.com/vinceflibustier/status/1814233715641389456

વિન્સેન્ટ ફ્લીબસ્ટિયર વિશે વાત કરીએ તો તે હકીકતમાં તો એક વ્યંગ લેખક છે. આ સિવાય તેઓ ફ્રાન્સ ટીવી પર પણ એક ગેસ્ટ તરીકે જોવા મળી ચૂક્યા છે. તેઓ હંમેશા ટીવી શોમાં કહે છે કે લોકો એ સ્ટોરી તરફ આકર્ષાય છે જે એમની પૂર્વધારણાઓને સમર્થન છે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે મોટાભાગના લોકો જાણતા હતા કે આ એક મજાક હતું પણ તેમ છતાં આ પોસ્ટ એટલી વાઈરલ થઈ ગઈ કે લોકોએ એને હકીકત માની લીધી.

https://twitter.com/vinceflibustier/status/1814277507396296828

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button