સુમિત્રા મહાજનનો વાયરલ વિડીયો, કહ્યું “લોકો કહે છે અમે ભાજપને મત નહિ આપીએ નોટા દબાવીશું”
ઈન્દોર : દેશમાં લોકસભા ચુંટણીના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવવાનું છે. જેમાં મધ્ય પ્રદેશની(Madhya Pradesh) 7 બેઠકો મોરેના, ભીંડ, ગ્વાલિયર, ગુના, સાગર, વિદિશા, ભોપાલ અને રાજગઢમાં પણ મતદાન યોજાશે. તેવા સમયે ઈન્દોરથી 9 વાર ભાજપથી સાંસદ રહેલા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રથમ ટર્મમાં લોકસભાના અધ્યક્ષ રહેલા સુમિત્રા મહાજનનો(Sumitra Mahajan) વિડીયો વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. જેમાં તે જણાવી રહ્યા છે કે ” મને અનેક લોકો ફોન કરીને કહી રહ્યા છે અમે ભાજપને મત નહિ આપીએ અમે નોટાનો ઉપયોગ કરીશું.
ઈન્દોરમાં ભાજપને કોઈ હરાવી શકે નહીં
લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામને ભાજપમાં લાવવાનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. હવે પૂર્વ લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પણ આ ઘટનાક્રમ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ પાર્ટીએ પણ સુમિત્રા મહાજનનો આ વીડિયો ટ્વીટ કર્યો છે. વીડિયોમાં સુમિત્રા મહાજન જણાવી રહ્યા છે કે, આ ઘટનાની કોઈ જરૂર નહોતી, કારણ કે દિવાલ પર લખેલું છે કે ઈન્દોરમાં ભાજપને કોઈ હરાવી શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારએ ચૂંટણી પહેલા આવું ન કરવું જોઈતું હતું.
EVM પર NOTA વિકલ્પ પસંદ કરશે
સુમિત્રા મહાજનકહ્યું કે ઈન્દોર લોકસભા સીટના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે. આ રીતે શહેરના કેટલાક ભણેલા-ગણેલા લોકોએ મને ફોન કરીને ચૂંટણી પહેલા મારા બદલાતા પક્ષ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ફોન કરનારાઓએ મને કહ્યું કે હવે તેઓ EVM પર NOTA વિકલ્પ પસંદ કરશે કારણ કે તેમણે ભાજપે જે કર્યું તે પસંદ નથી.