નેપાળમાં ફસાયેલા ભારતીયોની કેવી છે હાલત તે આ યુવતીના વીડિયો પરથી સમજી જશો | મુંબઈ સમાચાર
નેશનલ

નેપાળમાં ફસાયેલા ભારતીયોની કેવી છે હાલત તે આ યુવતીના વીડિયો પરથી સમજી જશો

નવી દિલ્હીઃ નેપાળમાં ભડકેલી હિંસા અને આંધાધૂંધીને લીધે અન્ય દેશના લોકો પણ ફસાયા છે, જેમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે. નેપાળીમાં ફાટેલી હિંસાને લીધે ત્યાં ફસાયેલા લોકોની કેવી હાલત છે તે સમજવા માટે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો કાફી છે.

નેપાળમાં ભડકેલી હિંસાએ કેટલાયનો જીવ લીધો તો જાનહાનિ સાથે માલહાનિ પર ખૂબ જ થઈ ચે. અહીં આંદોલનકારીઓ આગ લગાડવાથી માંડી રસ્તા પર તોડફોડ પર ઉતરી આવ્યા છે, તેવામાં એક યુવતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આપણ વાંચો: દક્ષિણ એશિયા ક્ષેત્રને અસ્થિર કરવાનું કાવતરું! નેપાળમાં આરાજકતા અંગે કોંગ્રેસ નેતાનો મોટો દાવો

રડતા રડતા માગી રહી છે મદદ

આ વીડિયોમાં યુવતી રડતા રડતા ભારત સરકાર પાસે મદદ માગી રહી છે. યુવતીએ પોતાનું નામ ઉપાસના ગીલ કહ્યું છે અને નેપાળમાં જે સ્થિતિમાં તે રહે છે તે વિશે રડતા રતડા તે જણાવી રહી છે.

યુવતી કહે છે કે તે અહીંયા સ્પોર્ટ્સ ઈવેન્ટ માટે આવી હતી. તે જ્યારે સ્પા હતી ત્યારે તેની હોટેલ આખી સળગાવી નાખી, તેનો સામાન તો ગયો અને સ્પામાં પણ લોકોએ હુમલો કર્યો હતો અને મોટા દંડા લઈ ટોળું પાછળ પઢ્યું હતું. તે ગમે તેમ કરી જીવ બચાવી નીકળી ગઈ. હવે તે ખરાબ રીતે ફસાઈ ગઈ છે.

યુવતીએએ પ્રફુલ ગર્ગનું નામ બોલ્યું છે જે જર્નાલિસ્ટ હોવાનું બહાર આવ્યું છે. આ સાથે તે ભારતીય દુતાવાસને મદદની આજીજી કરે છે. યુવતી નેપાળના પોખરામા ફસાઈ છે. ઉપાસનાના જણાવ્યા અનુસાર અહીં પર્યટકો પણ સુરક્ષિત નથી. હિંસક ટોળુ ગમે તેના પર હુમલો કરે છે. આગ લગાવે છે અને હાલાત ખૂબ જ ખરાબ છે તેમ આ યુવતી રડતા રડતા કહે છે.

આપણ વાંચો: નેપાળમાં હિંસા, લૂંટફાટ અને તોડફોડ બેકાબૂ; સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો

સોશિયલ મીડિયા પર લાગવાયેલા સરકારી પ્રતિબંધો, પરિવારવાદ અને ભ્રષ્ટાચારથી કંટાળેલા Gen Z એટલે કે યુવાનોના આંદોલનથી નેપાળમાં બેફામ હિંસા ફાટી નીકળ્યા બાદ ત્યાં ગયેલા ભારતીયો ખરાબ રીતે ફસાયેલા છે. ભાવનગર સહિત ગુજરાતના નાગરિકોએ પણ આ રીતે સરકારને મદદ કરવા આપીલ કરતો વીડિયો મોકલ્યો હતો.

જોકે નેપાળમાં હાલત બદથી બદતર થતા જાય છે, આથી અહીં રહેતા પરિવારોને પમ ચિંતા થઈ રહી છે. સરકારે અહીં ફસાયેલા ભારતીયોને સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી પોતાનો પ્રવાસ સ્થગિત રાખવા કહ્યું છે, પરંતુ આ યુવતી જેવા અનેક હોઈ શકે, જેમની માટે અહીં રહેવું જાનનું જોખમ પણ છે. આપણે આશા રાખીએ કે હિંસા કાબૂમાં આવે અને સૌ સુરક્ષિત પાછા ફરે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button