બે લડતા સાંઢનો વાયરલ વીડિયોઃ યુવતીની હિંમતને દાદ, પણ હેલ્મેટ પહેરવું જરૂરી

રાયપુરઃ ગુજરાતની જેમ દેશના અન્ય શહેરોમાં પણ રખડતા ઢોરનો આતંક છે. ક્યાંક શ્વાન દ્વારા ફાડી ખાવાની તો ક્યાંક ગાયે ઠોકર મારી પાડી નાખ્યાની ઘટના બનતી રહે છે. આવી અમુક ઘટનાના વીડિયો જોઈ ઘરની બહાર નીકળતા પહેલા વિચાર કરવો પડે તેવી સ્થિતિ આવી ગઈ છે.
આવો જ એક ચિંતા જગાવતો વીડિયો છત્તીસગઢના રાયપુરનો છે, તે સોશિયલ મીડિયા પર ધૂમ વાયરલ થયો છે. @iamankit.__ આ ઈન્સ્ટાગ્રામ આઈડી પર પોસ્ટ થયેલા વીડિયોને 74 લાખ વ્યુ મળ્યા છે. આ વીડિયો રાયપુર શહેરની સમતા નગર સોસાયટીનો હોવાનું પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે.
આપણ વાંચો: 2023માં સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા આ મીમ્સ… હસીને લોથપોથ થયા લોકો…
વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે સાંઢ કેટલી આક્રમક રીતે એકબીજા સામે શિંગડા ભરાવી રહ્યા છે અને લડી રહ્યા છે. એકબીજા સાથે લડતા લડતા તેઓ આગળ ધસી જાય છે અને પાછળ સ્કૂટી પર બેસેલી એક છોકરીને અથડાઈ ધડામ કરતી પાડે છે.
યુવતી સ્કૂટી લઈને નીકળવા જ માગતી હોય છે, પણ તે ટાઈમિંગ ચૂકી જાય છે અને સાંઢ તેની સાથે ભટકાતા તે સ્કૂટી સાથે પડી જાય છે. જોકે આટલી ખરાબ રીતે પડી હોવા છતાં તે તરત જ ઊભી થાય છે અને સ્કૂટી લઈ ત્યાંથી નીકળી જાય છે.
લોકો ઈન્સ્ટા અકાઉન્ટ પર પોસ્ટ થયેલા આ વીડિયો મામલે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને છોકરીની હિંમતને દાદ પણ આપી રહ્યા છે. જોકે છોકરીને તમે જોશો તો તેણે એક મોટી ભૂલ કરી છે.
તેમે હેલ્મેટ પહેર્યું નથી. તે નીચે પછડાય છે પરંતુ સદનસીબે તેનું માથું બચી જાય છે, જો તેનું મથું જમીન સાથે પટકાયું હોત તો મોટી મુસિબત થઈ શકી હોત. મોટા ભાગના યુવાનો ટુ વ્હીલર પર હેલ્મેટ વિના જ ફરે છે, પરંતુ ક્યારેક આવા એક્સિડેન્ટનો શિકા બને તો જીવ પર જોખમ ઊભું થાય છે. આથી હેલ્મેટ પહેરવું આવશ્યક છે, તે એક બોધપાઠ પણ આ વીડિયો જોઈ લેવા જેવો છે.