કહી દીપ જલે કહી દિલઃ આ નનાકડા બાળકનો વીડિયો જોઈ તમે પણ રડવા માંડશો | મુંબઈ સમાચાર
નેશનલ

કહી દીપ જલે કહી દિલઃ આ નનાકડા બાળકનો વીડિયો જોઈ તમે પણ રડવા માંડશો

દિવાળીના તહેવારોની રોનક બજારોમાં જોવા મળી રહી છે. ઘરે ઘરે બાળકો માટે નવા કપડા, મીઠાઈ અને ફટાકડા આવી ગયા હશે. ઘણા પેરેન્ટ્સ બાળકોને લઈને ટ્રીપ પર પણ નીકળી ગયા હશે, પરંતુ એક ઈન્સ્ટા પર પોસ્ટ થયેલા એક વીડિયોનું બાળકો જોઈ નસીબની બલિહારી કહેવાનું મન થઈ જાય છે.

આ વીડિયોમાં એન નાનકડું બાળક પોતાના શરીર પર ચાંદી જેવો રંગ લગાડી બેઠો છે અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે. તેને એવી આશા છે કે લોકો તેને જૂએ અને તેને કંઈક પૈસા આપે તો તેનું પણ પેટ ભરાય. લગભગ છ લાખ લોકોએ આ વીડિયો જોયો છે.

પુણે અટ્રેક્શન્સ ઈન્સ્ટા અકાઉન્ટ પરથી શેર થયો છે, એટલે મહારાષ્ટ્રના પુણે શહેરનો જ છે.
વીડિયોમાં બાળક રસ્તા પર બેઠું છે. શર્ટ પહેર્યું નથી અને શરીરને પેઈન્ટ કર્યું છે. બાળક પાસે એક વાટકા જેવું વાસણ છે જેમાં લોકો પૈસા મૂકી રહ્યા છે. બાળક એકદમ ક્યૂટ છે અને તેની આંખો જોઈ તે તમારી રાહ જોઈ રહ્યો હોય તેમ તમને લાગે છે.

આ વીડિયો જોઈને ઘણાની આંખો ભીની થઈ ગઈ છે. એક તરફ રસ્તાઓ પર દિવાળીની રોનક, લઈટ્સનો ઝગમગાટ, દુકાનોમાં મીઠાઈના ઢગલા, ફટાકડના અવાજ અને બીજી બાજુ બે ટંકનું ખાવાનું રળતો આ બાળક. દેશની આર્થિક વિષમતાની આનાથી મોટી સાબિતી તો કઈ હોઈ શકે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button