viral video: 3 Idiotsની જેમ આ માણસ પણ બાઈક સાથે ઘુસી ગયો હૉસ્પિટલમાં

ભોપાલઃ આમિર ખાન (Amir Khan), આર. માધવન (R. Madhvan) અને સરમન જોશી (Sarman Joshi)ને ચમકાવતી ફિલ્મ થ્રી ઈડિયટ્સ આજે પણ જોવી ગમે તેવી છે. આ ફિલ્મમાં રાંચો એટલે કે આમિર ખાન રાજૂ એટલે કે સરમનના બીમાર પિતાને લઈને કરિના કપૂર (Karina Kapoor)ની સ્કૂટી પર ત્રિપલ સવારીમાં લઈ જાય છે અને પછી સ્કૂટી સાથે જ હૉસ્પિટલમાં ઘુસી જાય છે. ફિલ્મમાં આ સિન જોવાની મજા પડી જાય છે, પરંતુ આવો સિન રીલમાંથી રિયલ લાઈફમાં ભજવાઈ ગયો છે. આ સિનનો વીડિયો વાયરલ (Video Viral)થયો છે. વીડિયો અનુસાર આ મધ્ય પ્રદેશની એક હોસ્પિટલનો સિન છે જ્યાં એક યુવાન બાઈકમાં પોતાના દાદાને લઈને આવ્યો છે. વીડિયોમાં દાદા સાથે યવાન દેખાય છે. કોઈ દાદાને ઉતરવામા મદદ કરી રહ્યું છે જ્યારે કોઈ યુવાનને આ રીતે બાઈક અંદર લાવવા ધમકાવી રહ્યું છે. ત્યારે એવો જવાબ પણ સાંભળવા મળે છે કે તે આ હૉસ્પિટલનો જ છે. જોકે આ યુવાન સામે કોઈ પગલાં લેવાયા કે નહીં અને તે આમ કઈ રીતે ઘુસી આવ્યો તે વિશે માહિતી નથી.
પણ વીડિયો જોઈને બધા આમિરની ફિલ્મને યાદ કરી રહ્યા છે. આ ફિલ્મ થોડા દિવસો પહેલા પણ ચર્ચામાં આવી હતી જ્યારે અસલી રાંચોએ કહ્યું હતું કે થ્રી ઈડિયટ્સમાં તેમના વિશે બતાવવામાં આવ્યું તે બધું સાચું નથી.