Video: ટ્રેનના એસી કોચમાં નીકળ્યો સાપ, મુસાફરોમાં મચ્યો હડકંપ…
જબલપુરઃ ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા અને સાફ-સફાઈના મોટા મોટા દાવા કરે છે. પરંતુ ચાલુ ટ્રેનમાં સાપ નીકળતા પોલ ખુલી ગઈ હતી. જાણકારી મુજબ, જનશતાબ્દી એક્સપ્રેસમાં સાપ નીકળતા હડકંપ મચ્યો હતો. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. સાપ ટ્રેનના એસી કોચમાં જોવા મળ્યો હતો. જેને લઈ મુસાફરોમાં ફફડાટ પણ ફેલાયો હતો.
આ પણ વાંચો : UP By Poll: યુપીમાં ‘બુરખાથી લઈને રિવોલ્વર’ના કિસ્સાએ પ્રશાસનની કરી ઊંઘ હરામ
વીડિયો મુજબ, સીટની ઉપર લગેજ રાખવાની જગ્યા પર સાપ જોવા મળ્યો હતો. સાપ જોતા જ ટ્રેનમાં રહેલા મુસાફરોમાં હડકંપ મચી ગયો હતો અને લોકો સીટ છોડીને બીજી તરફ જતા રહ્યા હતા. વીડિયોમા જોઈ શકાય છે કાળા રંગનો સાપ મુસાફરોની સીટ પર લગેજ વાળી જગ્યામાંથી નીચેની તરફ સરકતો જોવા મળે છે. આ દરમિયાન મુસાફરો વીડિયો પણ બનાવે છે.
રેલવેએ શરૂ કરી તપાસ
ચાલુ ટ્રેનમાં સાપ નીકળવા મામલે રેલવેએ તપાસ શરૂ કરી દીધી છે. જાણકારી મુજબ, ટ્રેનમાં સાપ નીકળવાની ઘટના બે દિવસ પહેલાની છે. સીપીઆરઓ હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું કે, સતત સાપ નીકળવાની ઘટનામાં રેલવે દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. રેલ કોચની સફાઈ વાળી જગ્યા પર સાવધાની રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. ટ્રેનમાં તૈનાત અટેંડર્સને પણ એલર્ટ રહેવા જણાવાયું છે. બહારના લોકો દ્વારા ટ્રેનમાં સાપ છોડવાના મુદ્દા પર પણ તપાસ થઈ રહી છે.
પહેલા પણ ટ્રેનમાં નીકળી ચુક્યા છે સાપ
આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં જબલપુરમાં મુંબઈ ગરીબ રથ એક્સપ્રેસમાં પણ સાપ નીકળ્યો હતો. ગરીબ રથ બાદ 25 સપ્ટેમ્બરે દયોદય એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં પણ સાપ નીકળ્યો હતો. આ ટ્રેન અજમેરથી જબલપુર આવતી હતી. કોચમાં મુસાફરી કરતાં એક મુસાફરની નજર સીટ નીચે પડી ત્યારે તેણે મોબાઇલ ટોર્ચથી જોયું તો ત્યાં સાપ જોવા મળ્યો હતો.