
નવી દિલ્હી: દિલ્હીની મેટ્રો દર થોડા સમયે કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવતી હોય છે પછી એ કપલ્સનું ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોંવાળી હરકત હોય કે પછી વિચિત્ર કપડાં પહેરીને પ્રવાસ કરવાની વાત હોય કે પછી મેટ્રોમાં હર ફિક્ર કો ધૂંએ મેં ઉડા કે વિચારીને સ્મોકિંગ કરવાની વાત હોય કે પછી હસ્તમૈથુન કરવા જેવી શરમજનક ઘટના હોય…
હવે ફરી એક વખત રાજધાની દિલ્હીની મેટ્રો ટ્રેન વખત ચર્ચામાં આવી ગઈ છે અને આ વખતે મેટ્રોમાં એક યુવતીએ સહપ્રવાસીને મારેલા તમાચાને કારણે… ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ આખરે શું છે આખો ઘટનાક્રમ…
વીડિયોની શરૂઆતમાં જ યુવતી અને તેની સાથેનો પ્રવાસ કરી રહેલાં સહપ્રવાસી વચ્ચે જોરદાર ઝઘડો થઈ રહ્યો છે અને બંને જણ એકબીજાને મનભરીને ગાળો આપતાં જોવા મળે છે. આ ઝઘડો એટલો બધો વધી જાય છે કે યુવતી ગુસ્સામાં આવીને સહપ્રવાસીને લાફો મારી દે છે. સામે યુવક પણ યુવતીને મારવા માટે દોડે છે અને મેટ્રોમાં ભીડ પણ જોવા મળી રહી છે.
આ સિવાય આ જ ઘટનાનો બીજો એક એવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં યુવતી એવું કહેતી જોવા મળી રહી છે કે મેં તારા મોઢા પર તમાચો માર્યો છે એ વાત યાદ રાખજે… આ સાંભળીને સામેનો પ્રવાસી પણ તેને મારવા ઊઠે છે. બાદમાં આ પ્રવાસી યુવતીના ચશ્મા પર કમેન્ટ કરે છે જે સાંભળીને આ યુવતી વધુ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે હવે મારા કપડાં પર પણ કમેન્ટ કરી નાખ ને.. રાહ કોની જુએ છે?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો પર યુઝર્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે, જેમાં એક યુઝરે લખ્યું છે કે દિલ્હીની મેટ્રો ટ્રેન બેસ્ટ એન્ટરટેઈન્ટમેન્ટની પ્લેસ બની ગઈ છે. બીજા એક યુઝરે કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે શું મહિલાઓને જ પહેલાં હાથ ઉપાડવાનો હક છે? આ બેશરમી નથી કે? ત્રીજા એક વ્યક્તિએ કમેન્ટ બોકસમાં લખ્યું છે કે આજકાલ મહિલાઓ અને વિનાકારણ અભદ્ર વર્તન કરે છે. ચોથા એક યુઝરે લખ્યું છે કે બિગબોસની યાદ આવી ગઈ ભાઈસાબ…