શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેની વાતચીતનો સ્ક્રીનશોટ થયો વાયરલ, વાંચીને તમે પણ હસીને બેવડ વળી જશો
મુંબઇઃ આજકાલનો જમાનો સોશિયલ મીડિયાનો છે. ક્યારે શું વાયરલ થઇ જાય કંઇ કહેવાય નહીં. હાલમાં સોશિયલ મીડિયા પર એક ચેટનો સ્ક્રીનશોટ વાયરલ થઈ રહ્યો છે, જેને વાંચીને તમે હસવાનું રોકી નહીં શકો એની અમને ખાતરી છે.
દેશભરમાં પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે ઉજવાય છે. પાંચમી સપ્ટેમ્બરના રોજ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ તથા ભારતરત્ન પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્નનનો જન્મદિવસ છે, જેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શાળાઓથી લઈને કોલેજોમાં પણ તેમની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકના માન અને સન્માનમાં વિશેષ કાર્યક્રમો કરે છે અને શિક્ષકો માટે આ દિવસ કંઈક ખાસ બનાવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ફની પોસ્ટ વાયરલ થઈ રહી છે જે ટીચર્સ ડે સાથે જોડાયેલી છે.
હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થયેલી ચેટનો સ્ક્રીનશોટ મૂકવામાં આવ્યો છે. વિદ્યાર્થી અને તેના શિક્ષક વચ્ચેની વાતચીતનો આ સ્ક્રીનશોટ ઘણો રમુજી છે. શિક્ષક દિવસ પર વિદ્યાર્થી તેના શિક્ષકને માનસન્માન સાથે અભિનંદન આપ આપતો મેસેજ કરે છે, અને પછી તેમનો ફોટો માંગે છે. જ્યારે શિક્ષક તેને આનું કારણ પૂછે છે, ત્યારે વિદ્યાર્થી કહે છે કે, તેને સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકવા માટે તેમનો ફોટો જોઈએ છે. વિદ્યાર્થીની આ વાત સાંભળીને શિક્ષક જણાવે છે કે, ‘બેટા રહેવા દે, જો લોકોને ખબર પડી જશે કે તું મારો વિદ્યાર્થી છે તો મારું કોચિંગ બંધ થઈ જશે.’ આ પછી વિદ્યાર્થી પણ તેના ટીચરને ‘ઓકે’ લખીને મોકલે છે.
આ પોસ્ટને હજારો લોકોએ જોઈ છે. પોસ્ટ જોયા બાદ લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી છે. એક યુઝરે લખ્યું હતું કે, સર અમે ઘણા સારા વિદ્યાર્થી હતા. તો વળી બીજા એક નેટિઝને લખ્યું છે કે, સર તમારી વાત સાચી છે. અન્ય એક નેટિઝને લખ્યું છે કે, સર હું એટલો ખરાબ નથી, જેટલો તમે મને ચિતરી રહ્યા છો. ખરેખર આ પોસ્ટ ઘણીજ ફની છે.