VIP દર્શન કરાવવા જતા સબ ઇન્સ્પેક્ટરને મંદિર પ્રશાસને દંડ ફટકાર્યો દંડ….
વારાણસી: શુક્રવારે વારાણસીમાં શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ગેરકાયદેસર રીતે દર્શન કરાવવાનું સબ ઈન્સ્પેક્ટરને મોંઘું પડ્યું હતું. ચોક સબ ઈન્સ્પેક્ટર આશિષ સિંહે પ્રોટોકોલ વગર પાંચ લોકોને વીઆઈપી દર્શન આપ્યા હતા. મંદિર પ્રશાસને આશિષ સિંહના પગારમાંથી આ દંડ વસૂલવાનું નક્કી કર્યું હતું. અને હવે તેમના પગારમાંથી 1500 રૂપિયા કાપી લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શ્રી કાશી વિશ્વનાથ ધામમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. શ્રદ્ધાળુઓમાં VIP અને VVIPનો પણ સમાવેશ થાય છે.
1 જાન્યુઆરી 2024થી શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં VIP દર્શન માટે નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. નવા નિયમ હેઠળ હવે VIP માટે મફત સુગમ દર્શન કરી શકશે. અન્ય ભક્તોએ VVIP દર્શન માટે 300 રૂપિયા ફી ચૂકવવી પડશે.
જો કે 4 જાન્યુઆરીએ ચોક પોલીસ સ્ટેશનમાં તહેનાત ઇન્સ્પેક્ટર આશિષ સિંહે નિયમોની અવગણના કરી અને પાંચ લોકોને ગર્ભગૃહમાં લઈ ગયા અને કોઈપણ પ્રોટોકોલ સ્લિપ અથવા સુગમ દર્શન ટિકિટ વિના તેમને દર્શન કરાવ્યા હતા. આદેશની અવગણના કરવા બાબતે મંદિર પ્રશાસને સબ-ઇન્સ્પેક્ટર પર 1500 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 28 ડિસેમ્બર 2023ના રોજ મંદિરની કાર્યકારી સમિતિની બેઠક મળી હતી.
બેઠકમાં વીઆઈપી લોકો સિવાય અન્ય પાસેથી ફી વસૂલવાનો નિર્ણય લેવાયો છે. મંદિર પ્રશાસન દ્વારા VVIP, VIP અને પ્રોટોકોલ માટે મુલાકાતીઓની યાદી બહાર પાડવામાં આવી હતી. યાદીમાં વર્તમાન અને પૂર્વ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, કેબિનેટ પ્રધાન, આર્મી ચીફ ઓફ સ્ટાફ સહિત 86 લોકોને એક્સ-ઓફિસિયો VIP જાહેર કરવામાં આવ્યા છે.