મોમોઝના ઓર્ડર મુદ્દે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે જોરદાર મારામારી, વીડિયો વાઈરલ
ગ્રેટર નોઈડા: ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં થાના બીટા-ટુ વિસ્તારમાં ગઈકાલે રાતના વિદ્યાર્થીઓના એક જૂથની વચ્ચે ફ્રી સ્ટાઇલ મારપીટ થઈ હતી. વિદ્યાર્થીઓના જૂથની છૂટા હાથની મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા પછી લોકોએ તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી.
વાઈરલ થયેલા વીડિયો અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીઓ વચ્ચે મોમોઝના ઓર્ડરને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ વકરી ગયા પછી બંને લોકો અંદરોઅંદર બાખડી પડ્યા હતા. સોશિયલ મીડિયા વાઇરલ થયેલા આ 40 સેકન્ડના વીડિયોમાં વિદ્યાર્થીઓએ વચ્ચે જોરદાર લડાઈ થઈ ચાલી રહી દેખાઈ રહી છે.
પોલીસે અધિકારીએ આપેલી માહિતી મુજબ આ વિસ્તારમાં એક મોમોઝની દુકાન આવેલી છે. આ દુકાન પર ગઇકાલે રાતે વિદ્યાર્થીઓના બે ગ્રૂપ મોમોઝ ખાવા માટે આવ્યા હતા ત્યાર બાદ તેમણે દુકાન પર ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થયા બાદ જ્યારે એક વિદ્યાર્થી તેને લેવા માટે પહોંચ્યો ત્યારે પહેલા ઓર્ડર આપેલા જૂથના વિદ્યાર્થીઓને ગુસ્સો આવતા બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો.
બંને જૂથની વચ્ચે આ વિવાદ એટલો બધો વધી ગયો હતો કે બંને જૂથના વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ શરૂ થઈ ગઈ હતી. આ ત્યાર બાદ આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો હતો. બંને જૂથની વચ્ચે મારપીટ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તેમણે બે વિદ્યાર્થીની ધરપકડ પણ કરી હતી તેમ જ તેમની સામે કલમ 151 હેઠળ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.