નેશનલ

ઉત્તરાખંડમાં ગેરકાયદે મદરેસા તોડાતા હિંસા ભડકી: સંચારબંધી લદાઇ

પથ્થરમારામાં અનેક પોલીસ ઘાયલ, વાહનો સળગાવાયાં

હલ્દ્વાની (ઉત્તરાખંડ): શહેરના વનભૂલપુરા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં સરકારી જમીન પરની ગેરકાયદે મદરેસા અને મજાર તોડવામાં આવતા હિંસા ભડકી હતી અને તેને પગલે આ વિસ્તારમાં સંચારબંધી લાદવાનો તેમ જ તોફાનીઓને ‘દેખો ત્યાં ઠાર’ કરવાનો આદેશ અપાયો હતો.

ઉત્તરાખંડના હલ્દ્વાની શહેરમાં મલિકા બજાર સ્થિત ગેરકાયદે મદરેસા અને મજારને તોડવા બુલડોઝર લઇને ગયેલી પોલીસ અને નિગમની ટીમ પર મોટા પાયે પથ્થરમારો કરાયો હતો. આ પથ્થરમારામાં અંદાજે ૧૦ પોલીસ અને એક મહિલા ઘાયલ થયા હતા.

પોલીસે તોફાનીઓને વિખેરવા માટે લાઠીમાર કર્યો હતો અને અશ્રુવાયુ છોડ્યો હતો. તોફાનીઓએ વનભૂલપુરા પોલીસ સ્ટેશનને આગ લગાડી હતી. આ ઉપરાંત અનેક વાહનને સળગાવ્યાં હતાં. પરિસ્થિતિ બેકાબૂ બનતા સંચારબંધી લદાઇ હતી. એસએસપી પ્રહ્લાદ મીણાએ જણાવ્યું હતું કે સ્થાનિક રહેવાસીઓને આ ગેરકાયદે મદરેસા અંગે નોટિસ આપી હતી અને તેના થોડા દિવસ પછી જ તે તોડવા ગયા હતા. મ્યુનિસિપલ કમિશનર પંકજ ઉપાધ્યાય, સિટી મેજિસ્ટ્રેટ રિચા સિંહ, એસડીએમ પારિતોષ વર્માની હાજરીમાં આ ગેરકાયદે મદરેસા અને મજાર તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
મુંબઇ – અમદાવાદ બુલેટ ટ્રેનના થીમ આધારિત સ્ટેશનો આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો આવી રીતે જાણી શકો છો કે તમારો મોબાઈલ હેક થઈ ગયો છે ભારત જ નહીં પણ દુનિયાનું સૌથી અમીર ગામ છે આ… નામ જાણશો તો…

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker