પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાઃ પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાને રોકતા મામલો બિચક્યો, વાહનો સળગાવ્યાં | મુંબઈ સમાચાર

પશ્ચિમ બંગાળમાં ફરી હિંસાઃ પોલીસે વિરોધ પ્રદર્શન કરનારાને રોકતા મામલો બિચક્યો, વાહનો સળગાવ્યાં

કોલકાતા: પશ્ચિમ બંગાળમા છેલ્લા ઘણા દિવસોથી હિંસાની ઘટનાની વણજાર છે. આ સ્થિતિમા હજુ પણ કઈ પરિવર્તન આવ્યું નથી. પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા થઈ છે. ISF (ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ) ના સમર્થકોને અટકાવતા પરિસ્થિતિ તંગ બની હતી. જેના વીડિયોમા એક પોલીસ વાહન ક્ષતિગ્રસ્ત થયુ છે અને અનેક ટુ-વ્હીલર સળગતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર પશ્ચિમ બંગાળના ભાંગર વિસ્તારમાં હિંસા થઈ છે. ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટના (ISF) સમર્થકોને કોલકાતા તરફ માર્ચ કરતા અટકાવવામાં આવ્યા ત્યારે પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. પોલીસે રોકતા પ્રદર્શનકારીઓ હિંસક બની ગયા હતા અને ત્યારબાદ પોલીસ અને સમર્થકો વચ્ચે અથડામણ થઈ હતી. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે ભીડને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામા વાયરલ થઈ રહ્યો હતો.

https://twitter.com/i/status/1911754223135735917

પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા

મળતી માહિતી અનુસાર વક્ફ સુધારા કાયદાનો વિરોધ કરવા માટે કોલકાતા આવી રહેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (ISF) ના સમર્થકોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકવામાં આવી હતી. વક્ફ કાયદા વિરુદ્ધ માલદા, મુર્શિદાબાદ સહિત પશ્ચિમ બંગાળના ઘણા જિલ્લાઓમાં વ્યાપક હિંસા જોવા મળી છે અને શાસક તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ એકબીજા પર હિંસા ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે.

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમાં હજુ પણ ભારેલા અગ્નિ જેવી સ્થિતિઃ ત્રણએ જીવ ખોયા

તૃણમૂલ અને ભાજપ સિવાય રાજ્ય વિધાનસભામાં ISF એકમાત્ર પાર્ટી છે જેનું પ્રતિનિધિત્વ છે. મીડિયા અહેવાલો અનુસાર પોલીસે ભાંગરથી કોલકાતાના રામલીલા મેદાન તરફ જતા ISF કાર્યકરોના વાહનોને અટકાવ્યા બાદ તેઓએ બસંતી એક્સપ્રેસવે બ્લોક કરી દીધો હતો.

સંબંધિત લેખો

Back to top button