Manipurમાં હિંસા યથાવત : મોડી રાત્રે ગોળીબાર થતાં સુરક્ષાદળો કરાયા તૈનાત

ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલા સંઘર્ષમાં બે સમુદાયના સશસ્ત્ર સભ્યો વચ્ચે ફરીથી ગોળીબાર થયો છે. પોલિસે આ બાબતની જાણકારી આપતા જણાવ્યું કે, કેટલાક હથિયારધારી લોકોએ કાંગપોકપી જિલ્લાના પહાડી વિસ્તારોમાંથી ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના થામનાપોકપી અને લામલાઇ વિસ્તારોમાં શનિવારે રાતે સાડા દસ વાગ્યા આસપાસ ગોળીબાર શરૂ કર્યો હતો.
આ ઘટના ત્યારે બની જ્યારે કેટલાક સશસ્ત્ર માણસોએ પડોશી કાંગપોકપી જિલ્લાના પહાડી વિસ્તારોમાંથી ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના થમનાપોકપી અને લમલાઇ વિસ્તારો તરફ શનિવારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ગોળીબાર શરૂ કર્યો હતો.
આ પણ વાંચો : Manipur Violence: મણિપુરના CM આવાસ પાસે ભીષણ આગ, પૂર્વ IAS ઓફિસરનું ઘર બળીને ખાખ
તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ગામના સ્વયંસેવકોએ જવાબી ગોળીબાર કર્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા માટે હાલ સુરક્ષાદળોના કાફલાને મોકલી દેવામાં આવ્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર એક કલાક સુધી ગોળીબાર ચાલ્યો હતો, જો કે જાનહાનિના કોઈ અહેવાલ નથી. ઇમ્ફાલ ખીણમાં રહેતા મૈતી અને પહાડી વિસ્તારોમાં રહેતા કુકી સમુદાય વચ્ચે ગયા ગયા વર્ષથી ચાલી રહેલી વંશીય હિંસામાં 200થી વધુ લોકોના મોત થયા છે અને હજારો લોકો બેઘર થયા છે.
હાલ મણીપુરના મૂખ્યમંત્રી એન. બીરેન સિંહ જીરીબામ-કછાર આંતરરાજ્ય સીમા સ્થિતિને લઈને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા સાથે બેઠક માટે ગૌહાટી પહોંચ્યા છે. મણિપુરના જીરીબામ જિલ્લામાં જૂનના પ્રથમ સપ્તાહમાં થયેલા જાતીય હિંસાની ઘટનાઓ બાદ રાજ્યના અનેક લોકો દક્ષિણ અસમના કછાર જિલ્લામાં સ્થળાંતરીત થયા હતા. જો કે આ બેઠકમાં બન્ને રાજ્યના મુખ્યમંત્રીઓ વચ્ચે રાજ્યની સીમા પર રહેલા સક્રિય ઉગ્રવાદીઓથી લડત આપવાની ચર્ચા કરવામાં આવશે.