નેશનલ

વિનેશ ફોગાટે અર્જુન અવૉર્ડ અને ખેલ રત્ન પરત કર્યા

નવી દિલ્હી: એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સની ગોલ્ડ મેડલ વિજેતા મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે મહિલા કુસ્તીબાજો સાથે ખરાબ વર્તનના વિરોધમાં તેના અવૉર્ડ પરત કરી દીધા છે. તેણે કર્તવ્ય પથ બહાર પોતાના અવૉર્ડ મુકી દીધા હતા. જ્યારે વિનેશ ફોગાટ અવૉર્ડ પરત કરવા માટે વડા પ્રધાનની ઓફિસ જઈ રહી હતી ત્યારે પોલીસે તેને રોકી હતી. આ પછી તેણીએ કર્તવ્ય પથ પર પોતાના અવૉર્ડ મૂકી દીધા હતા. ફોગાટે ત્રણ દિવસ પહેલા અવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી.

વિનેશ ફોગાટે તેના પતિ સોમવીર રાઠી સાથે પોતાના અવૉર્ડ કર્તવ્ય પથ પર મુકી દીધા હતા. દરમિયાન વિનેશ ફોગાટે વડા પ્રધાન આવાસ તરફ જવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેને રોકી દીધી
ત્યારબાદ તેણે તેના અવૉર્ડ રસ્તા પર જ મુકી દીધા હતા.

નોંધનીય છે કે ૨૬ ડિસેમ્બરે વિનેશ ફોગાટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અવૉર્ડ અને અર્જુન અવૉર્ડ પરત કરવાની જાહેરાત કરી હતી. તેણીએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન ઍવૉર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા માટે સર્વશક્તિમાનનો ખૂબ ખૂબ આભાર. વિનેશ પહેલા બજરંગ પૂનિયાએ પણ આ જ રીતે પોતાનો પદ્મશ્રી અવૉર્ડ વડા પ્રધાન આવાસની બહાર રાખ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button