નેશનલ

Vinesh Phogat પર બ્રિજભૂષણ સિંહનો મોટો પ્રહાર, કહ્યું ખલનાયક , કોંગ્રેસ પક્ષનો સત્યનાશ કર્યો

નવી દિલ્હી : ભાજપના પૂર્વ સાંસદ અને બાહુબલી બ્રિજભૂષણ શરણ સિંહે ફરી એકવાર મહિલા રેસલર વિનેશ ફોગટ પર (Vinesh Phogat) શાબ્દિક પ્રહાર કર્યો છે. બ્રિજભૂષણ શરણ સિંહે હરિયાણાની જુલાના સીટ પરથી વિનેશની જીતને અપ્રમાણિક ગણાવી હતી. વિનેશ ફોગાટનું નામ લીધા વિના બ્રિજભૂષણ સિંહે કહ્યું કે જીતનારા રેસલર નાયક નથી ખલનાયક છે. જે જીતી છે તે અપ્રામાણિક રીતે જીતી છે. અહિયાં પણ તે એ રીતે જીતવાનો પ્રયાસ કરી રહી હતી. તે તો જીતી ગઇ પરંતુ કોંગ્રેસ પક્ષનો સત્યાનાશ થયો. અમે હરિયાણાના લોકોનો આભાર માનીએ છીએ. જે રીતે ખેડૂત અને રેસલર આંદોલનના નામે લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ પરિણામ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ લોકો હીરો નથી પરંતુ વિલન છે.

કોંગ્રેસનો સત્યનાશ થયો

વિનેશ ફોગટ સહિત અનેક મહિલા રેસલર્સે બ્રિજ ભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેની સામે કાર્યવાહી અને એફઆઈઆર માટે દિલ્હીમાં ઘણા સમયથી રેસલર આંદોલન ચાલી રહ્યું હતું. જ્યારે બ્રિજ ભૂષણ શરણ સિંહ ભારતીય કુસ્તીબાજ સંઘના પ્રમુખ પણ હતા. બ્રિજ ભૂષણે કહ્યું કે તે મારું નામ લઈને જીતે તો સારું. ઓછામાં ઓછું મારા નામમાં એટલી શક્તિ છે કે તેના નામે કોઈ જીતી રહ્યું છે. પણ કોંગ્રેસનું શું થયું? તેનો સત્યનાશ થયું. તે જ્યાં પણ પગ મૂકે છે ત્યાં તેનો નાશ થાય છે. હવે તે કોંગ્રેસમાં ગઈ અને કોંગ્રેસ પક્ષનો સત્યનાશ થયો. હવે કોંગ્રેસ વિભાજિત થશે. રાહુલ ગાંધી હવે શું કરશે? શું કહેશે પ્રિયંકા ગાંધી?

આ પણ વાંચો :હરિયાણાની હારથી રાહુલ ગાંધીને પડશે સૌથી મોટો ફટકો, મહારાષ્ટ્ર અનેઝારખંડમાં કોંગ્રેસનું શું?

આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ હતો

નોંધનીય છે કે એક્ઝિટ પોલ અને ઘણા ઓપિનિયન પોલમાં હરિયાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. સાંજ સુધીના ટ્રેન્ડ મુજબ અહીં ભાજપ સરળતાથી ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ અગાઉ, વિનેશની કોંગ્રેસમાં જોડાવાની અને ચૂંટણી લડવાની જાહેરાત પર, બ્રિજ ભૂષણ સિંહે કહ્યું હતું કે રેસલરનું આંદોલન રાજકીય હતું. વિનેશના કોંગ્રેસમાં સામેલ થવાથી અને ચૂંટણી લડવાની જાહેરાતથી બધું સ્પષ્ટ થઈ ગયું છે. સમગ્ર આંદોલન પાછળ કોંગ્રેસનો હાથ હતો.

Back to top button
નો ફ્લાય ઝોન: વિશ્વના એવા સ્થળો કે જેના પર વિમાનો ઉડી શકતા નથી રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker