રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, અહીંથી ચૂંટણી લડી શકે છે…

નવી દિલ્હી: હરિયાણામાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે, એ પહેલા ભારતીય રેસલર્સ વિનેશ ફોગાટ (Vinesh Phogat) અને બજરંગ પુનિયા (Bajarant Punia) સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. બંને રેસલર્સ આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લાકાર્જુન ખડગે(Mallikarjun Kharge)ને મળ્યા હતા. આ દરમિયાન કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ પણ હાજર હતા. હવે બંનેના નામ પાર્ટીની ઉમેદવાર યાદીમાં સમાવવામાં આવશે.
આ પણ વાંચો : કરોડોની માલિક છે Vinesh Phogat, જાણો કેટલી છે કુલ નેટવર્થ…
વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ શુક્રવારે મલ્લિકાર્જુન ખડગેને મળ્યા પહેલા જ રેલવેની નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યારથી એવી અટકળો ચાલી રહી હતી કે ફોગાટ અને પુનિયા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. જો કે, હજુ સુધી પાર્ટી દ્વારા બંનેની ટિકિટ બાબતે કોઈ સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
આ પણ વાંચો : વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા ચૂંટણીના મેદાનમાં જોર અજમાવશે, આ સીટથી લડશે ચૂંટણી
લાંબા સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે વિનેશ ફોગટ કોંગ્રેસમાં જોડાય શકે છે. પાર્ટી તેને જુલના વિધાનસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે, કારણ કે તેનું ઘર અહીં છે. બજરંગ પુનિયાની વિષે એવી ચર્ચા છે કે કોંગ્રેસ તેમને બદલી સીટ પરથી ટિકિટ આપી શકે છે. આ બેઠક પર પહેલાથી જ કોંગ્રેસ છે.
વિનેશ ફોગાટની રાજકીય એન્ટ્રી હરિયાણાની રાજનીતિમાં મોટો બદલાવ લાવી શકે છે. ખાપ પંચાયતો અને ખેડૂતો સાથેના તેમના મજબૂત સંબંધોને કારણે તને ચૂંટણીમાં સમર્થન મળી શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં વિનેશ ફોગટની ભૂમિકા હરિયાણાના રાજકારણમાં મહત્વનો વળાંક સાબિત થઈ શકે છે.