તમે એક દિવસ PM બનશો… જાણો મનમોહન સિંહ વિશે કોણે કરી હતી આવી ભવિષ્યવાણી જે સાચી પડી
નવી દિલ્હીઃ મનમોહન સિંહનો નશ્વર દેહ તો હવે પંચ મહાભૂતમાં વિલીન થઇ ગયો છે, પણ તેમની સ્મૃતિઓ, દેશ વિશે તેમનું વિઝન સદાય આપણને પ્રેરણા આપતું રહેશે. તેમના કંઇ કેટલાય પ્રેરક કિસ્સાઓ છે, જેમાંના કેટલાક તમે જાણ્યા હશે તો કેટલાકથી તમે અજાણ્યા હશો. આવો જ એક કિસ્સો જાણીએ. વર્ષ 1997ના જાન્યુઆરીનો મહિનો હતો. જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર અને ભવિષ્યવેત્તા વિમલ સિંહ એ વખતે મનમોહન સિંહ સાથે લટાર મારી રહ્યા હતા. અચાનક જ વાત વાતમાં વિમલ સિંહે મનમોહન સિંહને કહ્યું કે એક દિવસ તમે ભારતના વડાપ્રધાન બનશો. મનમોહન સિંહ આછું હસ્યા અને જવાબ આપ્યો કે, ‘ભાઇ હું તો અર્થશાસ્ત્રી છું, રાજકારણી નથી.’ જોકે, વિમલ સિંહની આગાહી સાત વર્ષ બાદ 2004માં સાચી પડી અને મનમોહન સિંહ દેશના વડા પ્રધાન બન્યા.
દેશ, લોકો, રાજકારણ વિશે સચોટ ભવિષ્યવાણી કરનારા વિમલ સિંહે મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ આપતા આ ઘટનાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે મનમોહન સિંહના પત્ની ગુરશરણ કૌરે વ્યક્તિગત રીતે તેમને હૂંફ અને પ્રેમથી કોફી પણ પીરસી હતી. નમ્રતા એ મનમોહન સિંહના પરિવારની ખાસિયત છે.
Also read:
મનમોહન સિંહ અને વિમલ સિંહ વચ્ચેના સંબંધ તો સમય જતા મજબૂત થતાં ગયા. બિમલ સિંહે મનમોહનને લંડનમાં બીબીસીના તેમના પ્રથમ ઇન્ટરવ્યુ વિશે જણાવવા ફોન કર્યો ત્યારે મનમોહન સિંહે પહેલી રિંગમાં જ તેમનો ફોન ઉપાડી લીધો હતો અને જણાવ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં હાજરી આપ્યા બાદ તેઓ જરૂર આ ઇન્ટરવ્યુ જોશે.