નેશનલલોકસભા સંગ્રામ ૨૦૨૪

કંગના રનૌત (Kangana Ranaut)ને સતાવી રહ્યો છે આ ડર…


BJPએ હિમાચલ પ્રદેશના મંડીથી બોલીવૂડની અભિનેત્રી કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)ને લોકસભાની ચૂંટણી લડવા માટે ટિકિટ આપી છે. આજે કંગના રનૌતે લોકસભાની ચૂંટણી માટે નામાંકન દાખલ કરાવ્યું હતું અને એ સમયે તેની સાથે મુખ્ય પ્રધાન જયરામ ઠાકુર (CM Jayram Thakur) પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, હવે રહી રહીને કંગનાને એક વાતનો ડર સતાવી રહ્યો છે, જેના વિશે તેણે નામાંકન ભરતી વખતે ખુલાસો કર્યો હતો. આવો જોઈએ શું છે કંગનાનો આ ડર…

મંડીની સીટ પર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રસાકસી જોવા મળશે એવું કહેવાઈ રહ્યું છે કારણ કે કોંગ્રેસે અહીંથી પોતાના કદાવર દિવંગત નેતા વીરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહને ટિકિટ આવી છે. નામાંકન દાખલ કરતાં પહેલાં કંગનાએ જણાવ્યું હતું કે આ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) કાશીથી અને હું છોટી કાશીથી નામાંકન દાખલ કરી રહી છું.

નામાંકન ભરતાં પહેલાં કંગના રનૌત (Bollywood Actress Kangana Ranaut)એ મંડીમાં રોડ શો પણ કર્યો હતો. આ સમયે તેની સાથે જયરામ ઠાકુર સહિત અન્ય ભાજપના નેતાઓ પણ હાજર રહ્યા હતા. રોડ શોમાં પણ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને સમર્થકો પહોંચ્યા હતા. નામાંકન ભરતી વખતે કંગના સાથે માતા આશા રનૌત પણ હાજર રહી હતી.
કંગનાએ નામાંકન ભર્યા બાદ જણાવ્યું હતું કે ભારત માટે સૌભાગ્યની વાત છે કે પીએમ મોદી ત્રીજી વખત વજા પ્રધાન બનવા જઈ રહ્યા છે અને તેમણે મંડીની દીકરીને મોકો આપીને આખા હિમાચલનું ગૌરવ વધાર્યું છે. આગળ તેણે એવું પણ જણાવ્યું હતું કે આશા રાખું છું કે આ મારું પહેલી અને છેલ્લી વખત ના હોય. મને ભવિષ્યમાં પણ છોટી કાશીથી નામાંકન દાખલ કરવાનો મોકો મળે. જિતનું પરચમ ચોથી જૂનના લહેરાવીશું…

આ પણ વાંચો

Beef ખાવા અંગે કોંગ્રેસ નેતાએ ‘Kangana Ranaut’ પર ઉઠાવ્યા સવાલ, ભાજપે કર્યો વળતો પ્રહાર

Dhakad Girl Kangana પહોંચી એવા મંદિરમાં જ્યા કોઈ જતું નથી

Kangana Ranaut: નેતાજીના વંશજોએ કંગનાને ઈતિહાસનો પાઠ ભણાવ્યો, નેતાજીના નામે રાજકારણ ન કરવા કહ્યું

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે IPL-Final’sમાં Lowest Score બનાવનાર ટીમો… Anant-Radhika પ્રિ-વેડિંગ ફંક્શન માટે ઉપડ્યા આ Celebs… રિહાના બાદ હવે જોવા મળશે શકીરાનો જલવો ભારતના એ મંદિર જેના પ્રસાદના દિવાના છે ભક્તો