રાહુલ ગાંધી અંગે બિહારના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું વિવાદાસ્પદ નિવેદન...
નેશનલ

રાહુલ ગાંધી અંગે બિહારના નાયબ મુખ્ય પ્રધાને આપ્યું વિવાદાસ્પદ નિવેદન…

ગયા : બિહાર વિધાનસભા ચૂંટણી મુદ્દે રાજકારણ ગરમાયું છે. જેમાં હવે બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી પપ્પુ છે. તે પપ્પુની જેમ વાત કરે છે. તેમણે રાહુલ ગાંધી ઉપરાંત તેમના માતા અને કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ અંગે પણ ટીપ્પણી કરી હતી.

તેમણે કહ્યું છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહને કઠપુતળીની જેમ નચાવ્યા હતા. આ બાબત તેમણે ગયામાં કરેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.

bihar ke deputy cm vijay sinha

રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને નબળા વડાપ્ર્ધાન ગણાવે છે

બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહાએ રાહુલ ગાંધી પર આક્રમક પ્ર્હાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીને નબળા વડાપ્ર્ધાન ગણાવે છે. રાહુલ ગાંધીવિશ્વના લોકપ્રિય નેતા પીએમ મોદીને નબળા ગણાવે છે. એ જ દર્શાવે તે પપ્પુ છે.

તેમણે કહ્યું છે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પૂર્વ પીએમ ડો. મનમોહનસિંહને કઠપુતળીની જેમ નચાવ્યા હતા. જયારે વડા પ્ર્ધાન નરેન્દ્ર મોદી મહિલાઓના સિંદૂરનું સન્માન કર્યું છે. પીએમ મોદીએ પાકિસ્તાનના આતંકી કેમ્પો અને આતંકીઓને ખાતમો બોલાવ્યો હતો. જેમને રાહુલ ગાંધી નબળા પીએમ ગણાવે છે.

આ દરમિયાન બિહારના નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા ગયા પહોંચ્યા હતા. તેમણે વિષ્ણુપદ મંદિરના ગર્ભગૃહમાં વિશેષ પ્રાર્થના કરી હતી. તેની બાદ ફલ્ગુ નદીમાં પોતાના પૂર્વજોના ઉદ્ધાર માટે તર્પણ વિધી કરી હતી.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button