નેશનલ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ હૉસ્પિટલમાં દાખલઃ જે પી નડ્ડા પહોચ્યા ખબર પૂછવા

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડને શ્વાસોશ્વાસમાં તકલીફ અને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ શનિવારે મોડી રાત્રે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા.

ધનખર (73)ને સવારે 2 વાગ્યાની આસપાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ના કાર્ડિયોલોજી વિભાગના વડા ડૉ. રાજીવ નારંગની દેખરેખ હેઠળ ‘ક્રિટીકલ કેર યુનિટ’ (CCU)માં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વાાર મળી હતી. તેમની તબિયત સ્થિર હોવાનું પણ હૉસ્પિટલના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ડોકટરોનું એક જૂથ તેમની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.

કુલભૂષણ જાધવનું અપહરણ કરનારા આઈએસઆઈ એજન્ટની બલૂચિસ્તાનમાં ગોળી મારી હત્યા…

હાલમાં જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા ધનખડની ખબર પૂછવા AIIMS પહોંચ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે.
તેમના સ્વાસ્થ્ય સંબધી અપડેટ્સ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button