નેશનલ

વાઇબ્રન્ટ સમિટ અમૃત ભવિષ્યનોરોડમેપ તૈયાર કરશે: ભૂપેન્દ્ર પટેલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારતના અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણા અમૃત ભવિષ્યનો રોડમેપ તૈયાર કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વાઈબ્રન્ટ સમિટના પાયોનિયર અને આર્કિટેક્ટ છે અને તેમણે આ વાઈબ્રન્ટ સમિટને બિઝનેસ બ્રાન્ડિંગની સાથે બોન્ડિંગની પણ સમિટ કહી છે તે વાતને વિશ્ર્વભરના રાષ્ટ્ર અધ્યક્ષો અને ઉદ્યોગકારોની વિશાળ ઉપસ્થિતિએ પુરવાર કરી છે એવો દાવો ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કર્યો હતો.

વાઇબ્રન્ટ સમિટની દસમી એડિશનના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે, સમિટની બે દશકની સફળતાએ આ સમિટને નોલેજ શેરિંગ તથા નેટવર્કિંગ માટેનો સન્માનિત મંચ બનાવી દીધો છે સમિટની થીમ ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ છે અને વડા પ્રધાનએ આપેલી વિવિધ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સેમીક્ધડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન હાઇડ્રોજન, રિન્યૂએબલ એનર્જી, ઇલેક્ટ્રિક મોબિલિટી જેવા ફ્યુચરિસ્ટિક સેક્ટર અને એમ.એસ.એમ.ઈ. તથા સ્કિલ ડેવલપમેન્ટ પર આ સમિટ ફોકસ્ડ છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત થઈ રહેલા એમ.ઓ.યુ.માંથી ૫૦ ટકા એમ.ઓ.યુ. ગ્રીન એમ.ઓ.યુ. છે. પર્યાવરણની રક્ષાની અને કલાઈમેટ ચેન્જ સામે લડવાની ગુજરાતની પ્રતિબદ્ધતા આ એમ.ઓ.યુ.દર્શાવે છે.

તેમણે જણાવ્યું હતું કે, વડા પ્રધાનએ ગુજરાતને ગ્લોબલ ફાઈનાન્શિયલ એક્ટિવિટીઝ શરૂ કરવાનું વિઝન આપ્યું હતું, તેના પરિણામે આજે ગિફ્ટ સિટી વિશ્ર્વની અનેક મોટી ફાઈનાન્શિયલ અને ફિનટેક કંપનીઓનું હબ બની ગયું છે.

આ પ્રસંગે મુખ્ય પ્રધાને વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના સહભાગી ૩૪ પાર્ટનર કંટ્રી ઔર ૧૬ પાર્ટનર ઑર્ગનાઇઝેશન્સના પ્રતિનિધિઓ તથા ૧૩૦થી વધુ દેશોંના ડેલિગેટ્સ, ગ્લોબલ ઈન્ડસ્ટ્રી એન્ડ બિઝનેસ કોમ્યુનિટીના ચેયર પરસન્સ, સી.ઈ.ઓ. તથા સિનિયર રિપ્રેઝેન્ટેટિવ્ઝની સહભાગીતાથી સમિટની સફળતાની અપેક્ષા દર્શાવી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો