નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનાં સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal)ની મારપીટના કિસ્સામાં વિભવ કુમારને કોર્ટે 28મી સુધી કસ્ટડી પાઠવી છે. સેશન્સ કોર્ટે વિભવ કુમારને 28મી મે સુધી અદાલતી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
તીસ હજારી કોર્ટના આદેશ અનુસાર સ્વાતી માલીવાલની મારપીટના કિસ્સામાં 28મી મે સુધી વિભવ કુમાર જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેશે. આજે વિભવ કુમારને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે ચાર દિવસની કસ્ટડી માગી હતી, જેમાં કોર્ટે મંજૂર કરી હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું કે કોર્ટના આદેશ અનુસાર અમે પરિવારના સભ્યો અને વકીલ વિભવને મળવાની મંજૂરી આપી હતી. વિભવના વકીલે કહ્યું હતું કે જ્યુડિશિયલ કે પોલીસ કસ્ટડી બંને આરોપીની સ્વતંત્રતાને પ્રભાવિત કરે છે. કોઈ પણ વસ્તુની ડિમાન્ડ પણ યોગ્ય હોવી જોઈએ. વિભવના વકીલે કહ્યું હતું કે ન્યાયિક કસ્ટડી 14 દિવસની હોય છે, પરંતુ પોલીસને ચાર દિવસની માગ કરી રહ્યું છે.
આ પણ વાંચો : Swati Maliwal Assault Case: શશિ થરૂરને શરમ આવવી જોઈએ! હરદીપ પુરીએ આવું કેમ કહ્યું
વિભવ કુમારના વકીલે વધુમાં કહ્યું હતું કે રિમાન્ડ શબ્દનો વિરોધ કરે છે. અમારું કહેવું એ છે કે એવી કોઈ ઘટના બની નથી કે એમાં ઊંડી તપાસ કરવાની આવશ્યક્તા હોય. દરમિયાન વિભવના વકીલે સીસીટીવી ફૂટેજ અને ડીવીઆર સુરક્ષિત રહે એવી માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ત્રણ વખત રેડ કરવાામાં આવી છે અને ડીવીઆર લઈ ગયા હતા. ત્યારબાદ હવે કહેવામાં આવે છે કે તેમાં કંઈ નથી. તેથી સીસીટીવી અને ડીવીઆર સુરક્ષિત રાખીને કોર્ટમાં રજૂ કરવામાં આવે. દરમિયાન દિલ્હી પોલીસે વિભવ કુમારની અરજીનો વિરોધ કરીને અરજીને ફગાવી દેવાની માગણી કરી હતી. દિલ્હી પોલીસે કહ્યું હતું કે હજુ ટ્રાયલ હજુ નક્કી કરવામાં આવી નથી, તેથી આવી માંગ કરી શકાય નહીં.