ટોપ ન્યૂઝનેશનલ

અડવાણી, જોશીની હાજરી અંગે વીએચપીએ આપ્યું મોટું નિવેદન

અયોધ્યાઃ જાન્યુઆરી મહિનામાં અયોધ્યા ખાતે રામ મંદિરનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઇ રહ્યું છે. રામ મંદિર માટેના સંઘર્ષમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપ સાથે જોડાયેલા ઘણા નેતાઓની મહત્ત્વની ભૂમિકા રહી છે. આવા નેતાઓમાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતંભરા, પ્રવીણ તોગડિયા અને વિષ્ણુ હરિ દાલમિયા જેવાં પ્રમુખ નામો સામેલ છે.

જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન માટે ભાજપના દિગ્ગજ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને આમંત્રણ આપવામાં આવ્યું છે. વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ ​​આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે બંને વરિષ્ઠોએ કહ્યું હતું કે તેઓ આવવા માટે તમામ પ્રયાસ કરશે.

અડવાણી હવે 96 વર્ષના છે અને જોશી આવતા મહિને 90 વર્ષના થશે. વાસ્તવમાં, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરનારી સંસ્થા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગઈ કાલે કહ્યું હતું કે આરોગ્ય અને વય સંબંધિત કારણોસર પૂર્વ નાયબ વડા પ્રધાન અડવાણી અને પૂર્વ માનવ સંસાધન વિકાસ મંત્રી જોશી આ સમારોહમાં હાજરી આપી શકશે નહીં.

આજે વિશ્વ હિંદુ પરિષદે એક પોસ્ટ કરીને કહ્યું હતું કે બંને દિગ્ગજ નેતાઓ આવવાના તમામ પ્રયાસો કરશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button