નેશનલ

ઉફ્ફ, દિલ્હી-નોઈડામાં રેકોર્ડ બ્રેક પ્રદૂષણ લોકોને બીમાર કરી રહ્યું છે

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણે રેકોર્ડ તોડી નાખ્યા છે. સોમવાર સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ હતો. રાજધાનીના લોકોને હવે પ્રદૂષણથી પરેશાની થવા લાગી છે. હવે લોકો ગળામાં દુખાવો, આંખોમાં બળતરા શ્વાસ લેવામાં તકલીફ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આજે સવારથી દિલ્હી-નોઈડાના આકાશમાં ધુમ્મસની ગાઢ ચાદર છવાઈ ગઈ છે. લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. શ્વાસ રૂંધાતી હવામાં મોર્નિંગ વોક માટે નીકળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રદૂષણની આ જ સ્થિતિ આગામી થોડા દિવસો સુધી યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ ખૂબ જ ખરાબ સ્તરે નોંધાઈ રહ્યું છે. દિલ્હી સહિત સમગ્ર NCRમાં પ્રદૂષણનું ગંભીર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. દિલ્હી-નોઈડામાં હવાની ગુણવત્તા ઘણી ખરાબ થઈ ગઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી AQI 300ને પાર કરી ગયો છે.


સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના એર બુલેટિન અનુસાર, સોમવારે દિલ્હીનો AQI 347 હતો. અગાઉ, AQI 29 ઓક્ટોબરે 325, 28 ઓક્ટોબરે 304 અને 22 ઓક્ટોબરે 313 નોંધાયો હતો. આવી સ્થિતિમાં, તે આ સિઝનનો સૌથી પ્રદૂષિત દિવસ હતો. એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં તે 400ને પાર કરી શકે છે. દિલ્હીમાં સૌથી વધુ પ્રદૂષિત હવા ધીરપુર વિસ્તારમાં છે. અહીં AQI 404 પર પહોંચી ગયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી પ્રદૂષણ ખૂબ જ ખરાબ રહેશે. આ પછી, તેનું સ્તર આગામી છ દિવસ સુધી ખરાબથી ખૂબ ખરાબ સુધી રહી શકે છે.

CAQM (કમિશન ફોર એર ક્વોલિટી એન્ડ મેનેજમેન્ટ) અનુસાર હિતધારકો સાથે પાછલા બે વર્ષમાં સ્ટબલની ઘટનાઓ ઘટાડવાના પ્રયાસો હવે પરિણામ આપવા લાગ્યા છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અત્યાર સુધીમાં પરાળી બાળવાની ઘટનાઓમાં 54.2 ટકાનો ઘટાડો નોંધાયો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ