નેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

પાંચ દિવસ બાદ શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન…

જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને શુભ તેમ જ મહત્ત્વના ગ્રહનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ સાથે સાથે જ શુક્રને ધન, વૈભવ અને ઐશ્વર્ય સાથે સાંકળીને જોવા મળે છે. શુક્રના રાશિ કે નક્ષત્ર પરિવર્તનની ખૂબ જ સારો પ્રભાવ જોવા મળશે. 29મી નવેમ્બર, 2024 અને શુક્રવારે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરી પોતાની ચાલ બદલશે. પ્રેમ, આકર્ષણ અને સૌંદર્યનો સ્વામી શુક્ર પૂર્વાષાઢા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે. 29મી નવેમ્બર અને શુક્રવારે આ નક્ષત્રમાંથી ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રનો સ્વામી ગ્રહ સૂર્ય છે. શુક્રનો સૂર્યના નક્ષત્રમાં પ્રવેશ ત્રણ રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

આ પણ વાંચો : આજનું રાશિફળ (24-11-24): વૃષભ, કન્યા અને કુંભ રાશિના જાતકોને આજે મળશે કોઈ Good News…

Mother Durga has these zodiac signs dear, look at your zodiac sign too!

વૃષભ રાશિના જાતકો શુક્રનું આ ગોચર શુભ પરિણામો લઈને આવશે. આસપાસના લોકો સાથે તમારો તાલમેલ સારો રહેશે. માનસિક શાંતિ અને સ્થિરતાનો અનુભવ થઈ રહ્યો છે. નોકરીમાં પગાર વધારો કે પ્રમોશન મળી રહ્યું છે. નોકરી શોધી રહેલાં લોકોને તેમના પ્રયાસોમાં સફળતા મળશે. વેપારમાં પણ લાભ થશે. આવકમાં વૃદ્ધિ થશે. અચાનક ધન લાભ થઈ શકે છે.

તુલા રાશિના જાતકો માટે શુકનું આ નક્ષત્ર પરિવર્તન સકારાત્મક પરિણામો લઈને આવશે. માનસિક શાંતિનો અનુભવ થશે. વ્યક્તિત્વ વધારે આકર્ષક બનશે. નોકરી કરી રહેલાં લોકોને સફળતા મળશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે. કોઈ જગ્યાએ રોકાણ કર્યું હશે તો લાભ થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પારિવારિક જીવનમાં ખુશહાલી આવશે.

meen

મીન રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન શુભ માનવામાં આવી રહ્યું છે. નોકરી કરી રહેલાં કર્મચારીઓને આ સમયે અપરંપાર લાભ થશે. નોકરી બદલવાનું વિચારી રહેલાં લોકોને સારા વિકલ્પ મળશે. કામના સ્થળે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળશે. ધનલાભ થઈ રહ્યો છે. આવકમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. લવલાઈફ જીવી રહેલાં લોકોના જીવનમાં રોમેન્સનો તડકો લાગી રહ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button